વડોદરામા 250 કરોડના ખર્ચે તૈયાર થયેલા BCA સ્ટેડિયમમાં પાણીના ફાફા
પ્રથમ આંતરરાષ્ટ્રીય વીમેન ક્રિકેટ મેચ પહેલા જ સ્ટેડિયમમાં જળ સંકટના કારણે બીસીએના પદાધિકારીઓમાં દોડધામ
વડોદરા : રૃ.૨૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા બરોડા ક્રિકેટ ઓસોસિએશનના સ્ટેડિયમમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય વીમેન ક્રિકેટ મેચ તા.૨૨ ડિસેમ્બરે રમાશે તે પહેલા જ સ્ટેડિયમમાં જળ સંકટ ઉભુ થયુ છે. કોટંબી ખાતે આવેલા સ્ટેડિયમમાં નિયમિત પાણીની જરૃરીયાત પુરી પાડવા માટે નર્મદા નહેરથી સ્ડેટિયમ સુધી પાઇપલાઇન નાખવામા આવી છે પરંતુ નહેરમાં જ પાણીની ઘટ ઉભી થતાં સ્ટેડિયમમાં પાણી પહોંચતુ નથી જેના કારણે બીસીએના હોદ્દદારો પાણી માટે દોડતા થયા છે.
આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમમાં એક મુખ્ય ગ્રાઉન્ડ અને બીજુ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ મળીને બે ગ્રાઉન્ડ છે.તદ્ઉપરાંત ડ્રેસિંગરૃમ, જીમ, સ્વિમિંગ પૂલ સહિતની વિવિધ સુવિધાઓમાં રોજ પાણીની જરૃર પડે. કોટંબી વિસ્તારમાં ભૂગર્ભ જળ વધુ ક્ષારવાળુ હોવાથી તે પાણી મેદાન પરના લીલા ઘાસ માટે દુશ્મન સમાન છે. ઉપરાંત સ્વિમિંગપુલમાં પણ ક્ષારવાળુ પાણી ચાલે નહી એટલે બીસીએ દ્વારા નર્મદા નહેરથી સ્ટેડિયમ સુધી રૃ.૧૩ કરોડનો ખર્ચ કરીને પાઇપલાઇન નાખવામાં આવી છે.
નર્મદા નહેરથી કોટંબી સ્ટેડિયમ સુધી રૃ. 13 કરોડના ખર્ચે પાણીની લાઇન નાખી છે, નહેરનું સમારકામ ચાલતુ હોવાનું કારણ બતાવી પાણી સપ્લાય બંધ