વડોદરામાં બાપોદ ટાંકી-સંપની સફાઈને કારણે વિસ્તારમાં તા.3જીએ પાણી નહીં મળે
Vadodara Water Shortage : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી બાપોદ ટાંકી ખાતે સંપ અને ટાંકી સફાઈની જેની કામગીરી કરવાની છે. જેથી તા. 3 ફેબ્રુઆરી, સોમવારે પાણી અપાયા બાદ આ કામગીરી હાથ ધરવાની છે. જેથી આ વિસ્તારમાં સાંજના સમયનું પાણી આપવામાં આવશે નહીં તથા બીજા દિવસે તા.4 ફેબ્રુઆરી મંગળવારે સવારે આ વિસ્તારમાં પાણી મોડેથી હવા દબાણથી આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બાપોદ ટાંકી ખાતે સંપ અને ટાંકી સફાઈની અગત્યની કામગીરી તા.3 ફેબ્રુઆરી-સોમવારે પાણી અપાયા બાદ કામગીરી હાથ ધરાશે. જેથી બાપોદ ટાંકીના કમાન્ડ વિસ્તારમાં તા.ત્રીજીએ સોમવારે સાંજે આ વિસ્તારમાં પાણી અપાશે નહીં અને બીજા દિવસે બાપોદ ટાંકી પરથી પાણી અપાતા વિસ્તારમાં પાણી મોડેથી અને હળવા દબાણથી આપવામાં આવશે. જેથી સ્થાનિક રહીશોએ જરૂરી પાણીનો સંગ્રહ કરી લેવા પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.