Get The App

મહીસાગરમાં પૂર : 128 કાંઠા ગામોને સાવધ રહેવા ચેતવણી, વડોદરાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાશે

Updated: Sep 11th, 2024


Google NewsGoogle News
મહીસાગરમાં પૂર : 128 કાંઠા ગામોને સાવધ રહેવા ચેતવણી, વડોદરાના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં પાણીનો કકળાટ સર્જાશે 1 - image


Water Shoratge in Vadodara : કડાણા ડેમમાંથી મહીસાગર નદીમાં ત્રણ લાખ ક્યુસેક છોડાયેલા પાણીના કારણે મહીસાગર ફ્રેન્ચવેલમાં માટી-રેતી ભરાવાના કારણે શહેરના ઉત્તર પૂર્વ વિસ્તારની ટાંકી, અને બે બુસ્ટરમાં પાણીની ઘટ પડશે. જેથી શહેરના 6 લાખ જેટલા પરિવારોને દસ મિનિટ પાણી ઓછું મળશે. આ અસર સવાર-સાંજના પાણી માટે થશે. 

ઉલ્લેખનીય છે કે મહીસાગરના કડાણા ડેમમાં ઉપરવાસના વરસાદના કારણે પાણીની સતત આવક થઈ રહી છે ત્યારે મહીસાગર નદીમાં ત્રણ લાખ કયુસેક પાણી છોડવામાં આવ્યું છે. પરિણામે ડેમના પાણી નદીમાં જતા 128 ગામ લોકોને સાવચેત રહેવા સૂચના અપાઇ છે જ્યારે બીજી બાજુ મહીસાગર નદીના ફ્રેન્ચ વેલમાં પાણી ભરાયા છે. જેથી શહેરમાં વિવિધ ટાંકી અને બુસ્ટરથી અપાતા પાણીના સમયને અસર થશે. હાલમાં મહીસાગર નદીમાંથી 300 એમએલડી પાણી લેવામાં આવે છે. જેમાં હવે 20 એમએલડી પાણીની ઘટ પડશે. 

પરિણામે વડોદરાના ઉત્તર પૂર્વ વિભાગમાં કારેલીબાગ ટાંકી, આજવા ટાંકી, સમા ટાંકી, ખોડીયાર નગર બુસ્ટર, છાણી ટાંકી સહિત કુલ છ ટાંકી અને બે બુસ્ટર વિસ્તારના રહીશોને નહીંવત પાણીની ઘટ પડશે. જેથી શહેરના છ લાખ જેટલા પરિવારોને સવાર સાંજ બે ટાઈમના પાણીમાં 10 મિનિટ સુધીનું પાણી ઓછું મળવાની શક્યતા છે.

આ પણ વાંચો : કડાણા ડેમના 21 ગેટ ખોલાયા, મહીસાગર નદીએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, 235 ગામોને ઍલર્ટ કરાયા


Google NewsGoogle News