વડોદરામાં લાઈન જોડાણની કામગીરીને લીધે કારેલીબાગ ટાંકી વિસ્તારમાં પાણીનો કકળાટ
Vadodara Water Shortage : વડોદરા કારેલીબાગ ટાંકી ચાર રસ્તાથી નવી ધરતી બુસ્ટર ચાર રસ્તે લાઈન જોડાણની ફીડર લાઇન સાથે કામગીરી અને કારેલીબાગ ટાંકીની સામેની બાજુએ મળી કુલ બે જગ્યાએ લાઈન જોડાણની કામગીરી તા.29-બુધવારે સવારે ઝોન પૂરો થયા બાદ કરાશે. જેથી વારસિયા બુસ્ટરથી નવી ધરતી બુસ્ટર તથા સાંજે પાણી મેળવતા વિસ્તારો રામદેવપીરની ચાલ, સરદાર ભવનનો ખાચો તેમજ ઉત્તર ઝોનમાં કારેલીબાગ ટાંકીથી સાંજના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારો આનંદ નગર, અમિત નગરની આસપાસ, આર્ય કન્યા રોડ, વીઆઈપી રોડ, અયોધ્યા નગર જેવા વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે કારેલીબાગ ટાંકી ચાર રસ્તા પાસેથી કાસમહાલા કબ્રસ્તાન થઈને નવી ધરતી બુસ્ટર ચાર રસ્તે 600 મીમી ડાયાની લાઇનનું જોડાણ નવી ધરતી બુસ્ટર પાસે આવેલી ફીડર લાઇન સાથે તથા કારેલીબાગ ટાંકીની સામેની બાજુએ મળી કુલ બે જગ્યાએ જોડાણની કામગીરી આવતી કાલેતા ૨૯ બુધવારે થશે. જેથી તા.29 સવારનો ઝોન પૂરો થયા બાદ કામગીરી કરાશે. જેથી પૂર્વ ઝોનમાં સમાવેશ વારસિયા બુસ્ટર તથા નવી ધરતી બુસ્ટરથી સાંજના સમયે પાણી મેળવતા વિસ્તારો રામદેવપીરની ચાલી, સરદાર ભવનનો ખાચો તેમજ ઉત્તર ઝોનમાં કારેલીબાગ ટાંકીથી સાંજના ઝોનમાં પાણી મેળવતા વિસ્તારો આનંદ નગર, અમિત નગરની આસપાસ તથા આર્ય કન્યા રોડ, વીઆઈપી રોડ, અયોધ્યા નગર સહિત વિસ્તારોમાં પાણી વિતરણ કરી શકાશે નહીં. કામગીરી પૂરી થવાથી પાણી મોડેથી ઓછા પ્રેશરથી અને ઓછો સમય આપવામાં આવશે. જેથી આ વિસ્તારના નાગરિકોએ પાણીનો સંગ્રહ કરી લેવા પાણી પુરવઠા યોજનાના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવાયું છે.