Get The App

વડોદરાના ગોરવામાં આજે સાંજથી બે દિવસ માટે પાણીનો કકળાટ, પાઈપ લાઈનની કામગીરીથી ખોરવાશે વિતરણ

Updated: Jan 27th, 2025


Google NewsGoogle News
વડોદરાના ગોરવામાં આજે સાંજથી બે દિવસ માટે પાણીનો કકળાટ, પાઈપ લાઈનની કામગીરીથી ખોરવાશે વિતરણ 1 - image


Vadodara Water Shortage : વડોદરા શહેરના ઉત્તર વિભાગમાં ગોરવા ટાંકીથી જનકપુરી સુધી નંખાયેલી નવી પાણીની લાઈનનું હયાત પાણીની લાઈન સાથે આજે જોડાણ કરવાનું છે. જેથી ગોરવા પાણીની ટાંકીથી મળતા પાણીના સમયમાં આજે સોમવારના દિવસ માટે ફેરફાર કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોરવા પાણીની ટાંકી ખાતેથી જનકપુરી સુધીની નવી નાખેલી પાણીની લાઈન 400 એમ.એમ વ્યાસની લખાતેથી ગોરવા પાણીની ટાંકી ખાતેથી હાલની ડીલેવરી લાઈન સાથે જોડાણની કામગીરી આજે સોમવાર, તા.27મીએ સવારના પાણી વિતરણ બાદ કરવાનું આયોજન છે. જેથી ગોરવા પાણીની ટાંકીથી આજે તા.27મીએ સાંજના સમયે પાણી ઝોન-1 બપોરે 4 વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગોરવા ગામ ગોરવા પોલીસ સ્ટેશન આસપાસનો વિસ્તાર ગોરવા બાપુની દરગાહ સામે ઓમ સોસાયટી આંગણ ડુપ્લેક્સ વિસ્તાર સત્યમ એપાર્ટમેન્ટ આઈ.ટી.આઈ પાસે તરફનો વિસ્તાર તથા ઝોન 2-સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી ગોરખનાથ મહાદેવ મંદિરથી નવા યાર્ડ બ્રિજ તરફનો સમગ્ર વિસ્તાર બાપુની દરગાહ પાછળથી મધુનગર ચાર રસ્તા તરફનો વિસ્તાર આઈ.ટી.આઈ ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તાની જમણી બાજુ તેમજ પંચવટી ચાર રસ્તાથી મધુનગર ચાર રસ્તા તરફના સમગ્ર વિસ્તાર ખાતે પાણી વિતરણ કરવામાં આવશે નહીં તેમજ બીજા દિવસે આવતીકાલે તા.28મીએ મંગળવારે સવારના સમયનું પાણી નિયત સમય કરતા મોડેથી અને ઓછા દબાણથી તથા ઓછા સમય માટે આપવામાં આવશે તેની નોંધ લેવા પાણી પુરવઠા પ્રોજેક્ટના કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવ્યું છે.


Google NewsGoogle News