ગુજરાતનું તરસ્યું ગામ! આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી, મહિલાઓનો સરકાર સામે રોષ
Amreli News : ગુજરાતમાં કચ્છ સહિત કેટલાક ગામડાંઓમાં લોકોને પીવાના પાણી પૂરતુ ન મળતું હોવાની ઘટના સામે આવતી હોય છે, ત્યારે ભર ઉનાળે અમરેલી જિલ્લાના ગીરકાંઠાના ગીદરડી ગામ ખાતે ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિ ઊભી થતિ હોય છે, ત્યારે મહિલાઓ સહિત ગ્રામજનોને ગામથી વાડી-ખેતરમાં ભટકવું પડે છે. જ્યારે નર્મદાની પાણીની લાઈન હોવા છતાં પાણી ન હોવાનું સ્થાનિકોનું કહેવું છે. આખા ગામમાં એકમાત્ર પાણીની ડંકી છે, ત્યારે ગ્રામજનોએ પીવાની પાણીની તંગીને લઈને સરકાર સામે રોષ ઠાલવ્યો હતો.
અમરેલી જિલ્લાના ખાંભા ગીર પંથકના ગીદરડી ગામ ખાતે નર્મદાની લાઇન નંખાઈ હોવા છતાં ગ્રામજનોને પાણી માટે વલખા મારવા પડે છે. જ્યારે આખું ગામ પાણી ભરવા ગામની એકમાત્ર પાણીની ડંકી પર લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, ત્યારે પાણી માટે ભટકતી મહિલાઓએ સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો.
'દર વર્ષ ઉનાળોમાં પાણીની સમસ્યા...'
સ્થાનિકોનું કહેવું છે કે, 'ગીદરડી ગામમાં દર વર્ષ ઉનાળોમાં પાણીની સમસ્યા ઉભી થાય છે. ગામની મહિલાઓને પાણી માટે ભટકવું પડે છે. જ્યારે અવેડામાં પણ પાણી ખાલી પડ્યા છે, ત્યારે સ્થાનિકો સાથે માલધારીઓ પણ પાણી માટે આવતા પશુઓ પાણી માટે નિશાશા નાખતા જોવા મળ્યા હતા.'
આ પણ વાંચો: પંચમહાલના શહેરમાંથી નકલી હોસ્પિટલ ઝડપાઈ, સંદીપ ભીડે નામના બોગસ તબીબની ધરપકડ
'પશુઓને પણ પીવા પૂરતુ પાણી નથી'
પશુઓને પણ પીવા પૂરતુ પાણી ન હોવાને લઈને ગ્રામજનોએ જણાવ્યું હતું કે, 'પશુઓમાં ભેશ ગાયો અને ઘેટા બકરા પાણી પી શકે એટલું પાણી પણ અવેડામાં નથી આવતું, ત્યારે ગીદરડીના સરપંચે અનેક ખાંભા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર રજૂઆત કરવા છતાં પાણીની સમસ્યા હલ થતી નથી.'