Get The App

પીવાના પાણી માટે વલખાં મારતા વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
પીવાના પાણી માટે વલખાં મારતા વડોદરાના ગોત્રી વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ, હજારો લિટર પાણીનો વેડફાટ 1 - image


Water Line Damage in Vadodara : વડોદરા શહેરના ગોત્રીમાં યશ કોમ્પ્લેક્સ પાસે આજે પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા ફરી એકવાર હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. કોર્પોરેશનને જાણ થતા તેઓએ સ્થળ પર પહોંચી જઈ પાણી લીકેજના સમારકામની શરૂઆત કરી હતી. 

વડોદરા શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા હલકી કક્ષાની કામગીરી કરવાને કારણે અવારનવાર પાણી ડ્રેનેજની લાઈનોમાં ભંગાણ પડતા રહે છે એટલું જ નહીં યોગ્ય રીતે માટી પુરાણ કરતા નહીં હોવાથી અનેક વિસ્તારોમાં ચોમાસા દરમિયાન ઠેર-ઠેર ભૂવા પડ્યા હતા. 

આજે ફરી એકવાર ગોત્રી વિસ્તારમાં આવેલા યશ કોમ્પ્લેક્સ પાસે મુખ્ય રસ્તા પર પાણીની લાઈનમાં ભંગાણ પડતા આખા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા અને ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. પાણીની લાઈનમાં ભંગાણ પડવાને કારણે હજારો લિટર પાણી વેડફાયાની સાથે સાથે અંદાજે એક લાખથી વધુ લોકોને પીવાના પાણીની તંગી સર્જાઇ હતી. ત્યારે કોર્પોરેશનને આ બાબતની જાણ થતા સ્થળ પર પહોંચી જઈ કામગીરી હાથ ધરી હતી.


Google NewsGoogle News