તરસાલીમાં પાણીની લાઈનમાં ભંગાણ: હજારો ગેલન પાણીનો વેડફાટ

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
તરસાલીમાં પાણીની લાઈનમાં ભંગાણ: હજારો ગેલન પાણીનો વેડફાટ 1 - image


Image Source: Freepik

વડોદરાના તરસાલી શાક માર્કેટની સામે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો ગેલન પીવાના પાણીનો વેડફાટ થયો છે.

પાલિકા તંત્રની લાપરવાહીના કારણે પીવાનું પાણી લોકોને પૂરતા પ્રમાણમાં મળતું નથી. પાણીની લાઈન પર પેવર બ્લોક અને ડામર રસ્તા બનાવી પાણીની લાઈન પર ભારણ મુકવામાં આવતા હોવાના આક્ષેપો સામાજિક કાર્ય કરે છે. જેથી વારંવાર પાણીની લાઈનમાં ભંગાણ થાય છે. પાલિકા તંત્ર દ્વારા રીપેરીંગની કામગીરી સત્વરે હાથ ધરવામાં આવે તે જરૂરી બન્યું છે.

આ અંગેની જાણ કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા બપોર પૂર્વે લીકેજ પાણી લાઈન દુરસ્તીની કામગીરી શરૂ કરવામાં આવી નથી.



Google NewsGoogle News