Get The App

મેઇન્ટેનન્સના વાંકે આજે ભાવનગરના ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે

Updated: Feb 17th, 2025


Google NewsGoogle News
મેઇન્ટેનન્સના વાંકે આજે ભાવનગરના ઘણા વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે 1 - image


- શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે શટડાઉન 

- તખ્તેશ્વર ફિલ્ટર, ડાયમંડ ઇએસઆર, પ્રભુદાસ તળાવ ઇએસઆર, ચિત્રા ફિલ્ટર, ફુલસર જીએલઆર વગેરે હેઠળના વિસ્તારોમાં મનપા પાણી વિતરણ કરી શકશે નહીં 

ભાવનગર : શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે આવતીકાલે સોમવારે સિંચાઈ વિભાગે શટડાઉન લીધુ છે, જેના કારણે ભાવનગર શહેરના ઘણા વિસ્તારોમાં મહાપાલિકા પાણી વિતરણ કરી શકશે નહીં. મેઇન્ટેનન્સના વાંકે ઘણા વિસ્તારોમાં પાણીના ધાંધીયા રહેશે. 

ભાવનગર સિંચાઈ વિભાગ દ્વારા આવતીકાલે તા. ૧૭ ફેેબુ્રઆરીને સોમવારે શેત્રુંજી ડેમ સાઈટ પર આવેલ કેનાલના મેઈન્ટેનન્સ કામ માટે વહેલી સવારથી મોડી રાત્રી સુધી શટડાઉન લેવામાં આવ્યુ છે તેથી આ દિવસે શેત્રુંજી ડેમમાંથી મળતી પાણીની આવક બંધ રહેનાર છે, જેના પગલે શહેરના ઘણા વિસ્તારમાં મહાપાલિકા પાણી વિતરણ બંધ રાખશે, જેમાં તખ્તેશ્વર ફિલ્ટર આધારિત આતાભાઈ-રૂપાણી સર્કલ વિસ્તાર, વિદ્યાનગર આરટીઓ ઓફિસ વિસ્તાર, અનંતવાડીનો તમામ વિસ્તાર, બાંભણીયાની વાડી ગુલાબવાડી આઈટીઆઈ પેડક વિસ્તાર, ડીએસપી કચેરી વિસ્તાર, સરદારનગર, કાળુભા રોડ, વગેરે વિસ્તારોમાં પાણી બંધ રહેશે. જયારે ડાયમંડ ઇએસઆર આધારિત મહાત્મા ગાંધી સોસાયટી, મેલડીમાંની ધાર, મ્યુની. કવાર્ટર, બોરડીગેટ, ખેડૂતવાસ-૧ તથા ૨, વણકરવાસ, દેરીરોડ, જોગીવાડ આજુબાજુનો વિસ્તાર તેમજ પ્રભુદાસ તળાવ ઇએસઆર આધારિત સવાભાઈનો ચોક, બુદ્ધદેવ સર્કલ, પ્રભુદાસ તળાવ મઢુલી વિસ્તાર, નવાબંદર રોડ, આનંદવીહાર, ચેરીટી કમિશ્નર, શિશુવિહાર વીસ્તાર, જમના કુન્ડ પોપટનગર, ઘનાનગર, પ્રેસરોડ, રૂવાપરી રોડ, યોગેશ્વર નગર, મહાકાળી વસાહત વાલ્કેટગેટ આજુબાજુનો વિસ્તાર વગેરેનો સમાવેશ થાય છે. 

ઉપરાંત ચિત્રા ફિલ્ટર આધારિત શાંતિનગર, શિક્ષક સોસાયટી, નિર્ભય સોસાયટી, ગણેશનગર, ગોતમેશ્વર, સુખસાગર, કર્મચારી સોસાયટી, મહાલક્ષ્મી સોસાયટી, પોલીસલાઈન તથા ઈશ્વરનગર, કુંભારવાડા, અક્ષરપાર્ક, હાદાનગર વિસ્તાર, સીદસર ગામ આજુબાજુનો તમામ વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે, જયારે ફુલસર જીએલઆર આધારિત ફુલસર, રામદેવનગર, રામેશ્વર, ભીમનગર, મસ્તરામનગર, આનંદજી પાર્ક, ઠાકરદ્વારા ૨૫ વારીયા તથા આજુબાજુનો વિસ્તારમાં પાણી વિતરણ બંધ રહેશે તેમ ભાવનગર મહાપાલિકાના વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેરે જણાવેલ છે. 


Google NewsGoogle News