Get The App

સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળોઃ ઉલટી બાદ સચિનમાં બાળકીનું મોત

Updated: Jul 15th, 2024


Google NewsGoogle News
સુરતમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળોઃ ઉલટી બાદ સચિનમાં બાળકીનું મોત 1 - image


- 14 દિવસમાં સિવિલ અને સ્મીમેરમા તાવના 337, ઝાડા- ઉલટી 144, ડેન્ગ્યુ 11, મેલેરિયા 31 અને કોલેરા 8દર્દી સપડાયા

    સુરત,:

દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની તુમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય રોગચાળો કેસમાં વધારો થઈ રહ્યો છે. જયારે સચીનમાં ઉલ્ટી અને પેટમાં દુઃખાવો થયા બાદ ચાર વર્ષની બાળકીનું મોત નીંપજયુ હતું. આ સાથે છેલ્લા ૧૪ દિવસમાં સિવિલ અને સ્મીમેરમા તાવના ૩૩૭, ઝાડા- ઉલટી ૧૪૪, ડેન્ગ્યુ ૧૧, મેલેરિયા ૩૧ અને કોલેરા ૮ દર્દી સપડાયા હતા.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશમાં ગાંજીપુરના વતની અને હાલમાં સચીનમાં વાઝગામમાં નવી કોલોનીમાં રહેતા વિશાલકુમાર ચમારની ૪ વર્ષીય પુત્રી પરીને ગત કાલે બપોરેમાં પેટમાં દુઃખાવો ઉપડયા બાદ ઉલ્ટી શરૃ થઇ હતી. જેથી તેને સારવાર માટે સ્થાનિક દવાખાનામાં લઇ ગયા હતા. બાદમાં આજે સવારે બાળકીની તબિયત વધુ બગડતા સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા. જયાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.જયારે બાળકીના પિતા સચીનની કંપનીમાં નોકરી કરે છે.

આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો હોવાથી શહેરમાં વિવિધ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસથી પાણી અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. જેથી દર્દીઓ સારવાર માટે સિવિલ, સ્મીમેરમાં તથા ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં લઇ જાય છે. જયારે છેલ્લા ૧૪ દિવસમાં નવી સિવિલમાં તાવના ૪૫, ઝાડા- ઉલટી ૨૯, ડેન્ગ્યુ ૨, મેલેરિયા ૩ અને કોલેરા ૧ દર્દી સારવાર અર્થે આવ્યા હતા. જયારે સ્મીમેર હોસ્પિટલમાં પણ ૧૪ દિવસમાં તાવના ૨૮૨, ઝાડા- ઉલટી ૧૧૫, ડેન્ગ્યુ ૯, મેલેરિયા ૨૮ અને કોલેરા ૭ દર્દી ઝપેટમાં આવતા સારવાર અર્થે આવ્યો હોવાનું સુત્રો કહ્યુ હતું.


Google NewsGoogle News