ખનિજચોરો દ્વારા વોટ્સએપથી તપાસ એજન્સીની હરકત પર વોચ!

Updated: Sep 6th, 2024


Google NewsGoogle News
ખનિજચોરો દ્વારા વોટ્સએપથી તપાસ એજન્સીની હરકત પર વોચ! 1 - image


ટ્રેક્ટર માલિક સહિત 7 સામે ગુનો  સરકારી વાહન નીકળે તો વોટ્સએપ ગ્રુપ પર માહિતી આપી ખનિજચોરોને સાવધ કરી દેવાનો કીમિયો

જૂનાગઢ, : જૂનાગઢ તાલુકાના બીલખા નજીકથી ખાણ ખનિજ વિભાગે રેતી ભરેલું એક ટ્રેકટર પકડી તપાસ કરતાં ડ્રાઇવરના મોબાઈલ ફોનમાં વોટ્સએપ ગ્રુપ હતું, જેમાં તપાસ એજન્સીની હરકત પર વોચ રાખી ખનિજચોરી કરનારાઓને સાવધ કરવામાં આવતા હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે ફરિયાદ થતા બીલખા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગેની વધુ વિગત મુજબ જૂનાગઢ ખાણખનિજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર અને ભૂસ્તરશાી સહિતનો સ્ટાફ તા.૧૫ ઓગસ્ટના ચોરવાડી નજીક પેટ્રોલીંગમાં હતો ત્યારે એક ટ્રેકટરને રોકી તપાસ કરતા તેમાં ચોરી કરેલી રેતી હતી. ડ્રાઇવર સુભાષ બુધ્ધિલાલ સોલંકીની પૂછપરછ કરતા આ ટ્રેકટર થુંબાળાના રાજુ મૈયાત્રાનું હોવાનું અને તે રેતી ખનન કરાવી વહન કરાવતો હોવાનું જણાવ્યું હતું. ખાણ ખનિજ વિભાગના સ્ટાફે ટ્રેકટર સીઝ કરી બીલખા પોલીસ સ્ટેશનમાં રાખ્યું હતું.

સુભાષ સોલંકીના મોબાઇલની તપાસ કરતા તેના 'જય વડવા' નામના વોટ્સએપ ગ્રુપમાં ત્રણ એડમિન હતા. ગુ્રપમાં ખાણ ખનિજ અને અન્ય તપાસ એજન્સીની હરકત પર નજર રાખવામાં આવતી હતી અને ખનિજચોરો ન પકડાય એ માટેની માહિતી આપવામાં આવતી હોવાનું ખુલ્યું હતું.આ અંગે માઇન્સ સુપરવાઈઝર વિનયભાઈ ડોડીયાએ તોરણીયાના સુભાષ સોલંકી, રાજુ મૈયાત્રા, વનરાજ હમીર લાવડીયા, ભુપત ભીમા ચાવડા, દિનેશ ભરવાડ, લખન રબારી અને અન્ય એક મોબાઈલ નંબરધારક સામે ફરિયાદ કરતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News