વાલીઓ માટે ચેતવણી : જે શાળાએ એડમિશન માટે પ્રસિદ્ધિ કરવી પડે ત્યાં પ્રવેશ લેતા પહેલા વિચારજો
image : Freepik
Vadodara : હાલ વિવિધ શાળાઓમાં આગામી શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. ઘણી શાળાઓ પ્રવેશ પ્રક્રિયા માટે વિવિધ પ્રકારની પ્રસિદ્ધિ કરી રહી છે. જે શાળાના વર્ગખંડમાં તમામ બેઠક ભરાતી નથી તેઓએ જ એડમિશન પ્રક્રિયા ટાણે પ્રસિદ્ધિ કરવી પડતી હોય છે. તેથી આવી શાળામાં એડમિશન લેતા પહેલા વાલીઓએ એકવાર ચોક્કસ વિચારવું જોઈએ!
શૈક્ષણિક વર્ષ 2024-25 માટે હાલ તમામ શાળામાં એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. મોટાભાગની શાળાઓએ પ્રવેશ પ્રક્રિયા માટે તેમના સંદેશા વાલીઓ સુધી પહોંચાડી દીધા છે. ઘણી શાળાઓમાં એડમિશન પ્રવેશ પ્રમાણે સંપૂર્ણ એડમિશન ભરાતા નથી તેથી આવી શાળાઓએ પ્રવેશ પ્રક્રિયા માટે ખૂબ મોટા પ્રમાણમાં પ્રસિદ્ધિ અવનવા હઠકંડા અપનાવવા પડે છે. જે શાળામાં સંપૂર્ણ પ્રવેશ ભરાતા નથી ત્યાં ક્યાંક ને ક્યાંક શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલી શાળા અથવા અહીં શિક્ષણ આપતા શિક્ષકોના શૈક્ષણીક ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવા અંગે ચર્ચા એરણે છે. જે શાળાઓએ પોતાને ત્યાં બાળકોનો પ્રવેશ સંપૂર્ણ ભરાતો નથી તેઓએ એડમિશન માટે ખૂબ પ્રસિદ્ધિ કરવી પડે છે. ઘણી શાળાઓ એડમિશનના ઝેરોક્ષ જેવા ફોર્મના રૂપિયા 100થી વધુની રકમ વસુલી લે છે અને એડમિશન પ્રક્રિયા ટાણે વાલીઓ પાસેથી નાણાંની ખુલ્લેઆમ લૂંટ ચલાવાય છે. પરંતુ કોઈ રાજકીય નેતા કે વિદ્યાર્થી આગેવાન આ મામલે ઉરફ઼ શબ્દ ઉચ્ચારતા નથી. તેઓ દ્વારા પણ આવી શાળાઓ સામે કૂણું વલણ દાખવવા સામે વાલીઓમાં ખૂબ નારાજગી જોવા મળી રહી છે.
કેટલીક શાળાઓની એડમિશન પ્રક્રિયા ખાસ અસરકારક નથી તેઓ દ્વારા વહેલી એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવતી હોય છે અને વાલીઓ એડમિશન કે તેઓ એડમિશન ફિના નાણા તાત્કાલિક ચુકવે તે માટે વારંવાર દબાણ કરતી હોય છે. વાલીઓ પોતાના બાળકનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે એકથી વધુ શાળામાં પ્રવેશ અંતર્ગત ફોર્મ જમા કરાવતી કરાવતા હોય છે. ત્યારે જે શાળાનો નબળો દેખાવ છે ત્યાં એડમિશન પ્રક્રિયા વહેલી શરૂ થઈ જાય છે. ત્યારે આવી શાળાઓ તાત્કાલિક રીતે વાલી પાસેથી પૈસા વસૂલ કરી તેઓને એડમિશન ફિની લીધેલી રકમ પરત કરતી નથી. ઘણી શાળાઓ એવી છે જ્યાં શૈક્ષણિક સત્ર માટે એડમિશનની પ્રક્રિયા વધુ અસરકારક અને તેના શિક્ષકો પણ સારા હોય ત્યાં એડમિશન માટે વાલીઓ લાઈન લગાવતા હોય છે. તેથી આવી શાળાઓએ એડમિશન પ્રક્રિયા માટે પ્રસિદ્ધિ કરવાની ખાસ જરૂર પડતી નથી. વાલીઓએ પોતાના બાળકના સારા ભવિષ્ય માટે કયા એડમિશન લેવું? તે આ તબક્કે અતિ મહત્વનું બની રહે છે.
દરેક શાળામાં એક સાથે એડમિશન પ્રક્રિયા કરે તેવું રાજ્ય સરકાર કે ડીઈઓ કરાવી કેમ ન શકે?
હાલ એડમિશન પ્રક્રિયાની કામગીરી મોટાભાગની દરેક શાળામાં ચાલી રહી છે. ત્યારે કેટલીક શાળાઓ જેનો દેખાવ નબળો છે તેઓ દ્વારા એડમિશન પ્રક્રિયા વહેલી અને જ્યાં સારા અને તેના શિક્ષકો ગુણવત્તાસભર જ્ઞાન આપે છે, ત્યાં એડમિશન માટે ખૂબ લાઈનો લાગે છે, નુકસાની પ્યાર એડમિશન પ્રક્રિયા મોડી થતી હોવાનું જાણવા મળે છે. મોટેભાગે એડમિશન ફુલ ન થતું હોય તે શાળાઓ વહેલી એડમિશન પ્રક્રિયા હાથ ધરી દેતી હોય છે. વાલીઓ સારી બીજી શાળાના એડમિશનનું કન્ફર્મ થવા માટે રાહ જોવાની જિજ્ઞાસા ધરાવતા હોય છે. કેટલીકવાર એવું બને છે કે, વાલીઓએ એડમિશન ફી વહેલી પ્રવેશ પ્રક્રિયા હાથ ધરી હોય ત્યાં ચૂકવી દેવી પડતી હોય છે અને પાછળથી તેઓની જ્યાં ઈચ્છા છે ત્યાં એડમિશન મળતા અગાઉની શાળામાં ભરેલ એડમિશન ફીની રકમ તેઓએ પરત મળતી નથી. ત્યારે શાળાઓની દલિત એવી છે કે, 'અમે દરેક વાલીને એડમિશન ફીની રકમ પરત આપીએ તો અમને આર્થિક રીતે નુકસાન થવા સાથે જે વાલીઓ પાછળથી એડમિશનના નામ કમી કરાવે તો એડમિશન સંપૂર્ણ ભરાતા નથી'. રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી એક જ સમયે તમામ શાળાઓમાં એડમિશન પ્રક્રિયા હાથ ધરાય અને વિદ્યાર્થીના મેરીટની જાહેર થાય તે પ્રમાણેની કાર્યવાહી કેમ કરી કરતી નથી? રાજ્યના શિક્ષણ વિભાગ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીની કામગીરી પર પણ સવાલો પર સવાલો ઊભા થઈ રહ્યા છે. વિવિધ રીતે વાલીઓ એમ પણ શાળા તરફથી લૂંટાઈ રહ્યા છે ત્યારે આ બાબતે સરકારી તંત્ર વાલીઓને કંઈક રાહત કરી આપે તેવું વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને અનિવાર્ય છે.