જમીનના સોદામાં ભાજપ કોર્પોરેટર સાથે ઠગાઈના કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો, પૂર્વ ચેરમેન ફરાર
વડોદરામાં ભાજપના કોર્પોરેટર ને જમીન વેચવાના નામે ઠગી લેવાના બનેલા બનાવવામાં પોલીસે સૂત્રધારને ઝડપી પાડ્યો છે. જ્યારે પૂર્વ ચેરમેન હજી ફરાર છે.
વડોદરા નજીક સુખલીપુરા ગામે જમીન વેચવાના નામે કોર્પોરેટર પરાક્રમથી જાડેજા સાથે છેતરપિંડી કરી 21 લાખ પડાવી લેવાના બનાવમાં પોલીસે કોર્પોરેશનની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન દિલીપસિંહ ગોહિલ અને જમીનનો બોગસ મહાલિક રજૂ કરનાર કમલેશ દેત્રોજા સામે ગુનો દાખલ કર્યો હતો. જેમાં પોલીસે અગાઉ બોગસ જમીન માલિકને ઝડપી પાડ્યો હતો.
આ પ્રકરણમાં સમા પોલીસ પાસેથી તપાસ લઈને ઇકો સેલ ને સોંપવામાં આવી હતી. ઇકો સેલના પીઆઈ અને ટીમને કમલેશ દેત્રોજા અટલાદરા ખાતે વાત્સલ્ય કુટીર નામની સોસાયટીના તેના મકાનમાં આવ્યો હોવાની વિગતો મળતા વોચ રાખી ઝડપી પાડ્યો હતો. કમલેશને બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.