Get The App

છાણીના ઠગાઇના ગુનામાં 17વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો

Updated: Dec 19th, 2024


Google NewsGoogle News
છાણીના ઠગાઇના ગુનામાં 17વર્ષથી વોન્ટેડ આરોપી ઝડપાયો 1 - image

વડોદરાઃ છાણી પોલીસે છેતરપિંડીના ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે.

છાણી  પોલીસ સ્ટેશનમાં ૧૭ વર્ષ પહેલાં પરેશ પરમાનંદ સોની(તોરલ એપાર્ટમેન્ટ, ભરૃચ મૂળ પાલી,રાજસ્થાન) સામે છેતરપિંડી નો ગુનો નોંધ્યો હતો.જેમાં તેની હજી સુધી ધરપકડ થઇ નહતી.

છાણીના પીઆઇ એપી ગઢવીએ આરોપી પર વોચ રાખવા માટે ટીમને તૈયાર કરતાં તેને ઝડપી પાડવામાં આવ્યો છે.પરેશ સામે અગાઉ ભાડે લીધેલી કાર બારોબાર પધરાવી દેવાના તેમજ ચોકસી તરીકે ઓળખ આપી સસ્તુ સોનુ આપવાના નામે નકલી સોનુ-ચાંદી આપવાના  ગુનાઓ પણ નોંધાયેલા હતા.


Google NewsGoogle News