Get The App

VIDEO : ગુજરાતનું 'રામમય' ગામ! પ્રવેશદ્વારથી લઈને દરેક મકાનોની દિવાલો પર રામાયણના પાત્રોનું ચિત્રણ

ગામના મકાનો પર વાલ્મિકી ઋષિ, ભગવાન રામ, ભકત હનુમાન અને લવ કુશ સુધીના ચિત્રો દોરવામાં આવ્યાં

Updated: Sep 6th, 2023

GS TEAM


Google News
Google News

VIDEO : ગુજરાતનું 'રામમય' ગામ! પ્રવેશદ્વારથી લઈને દરેક મકાનોની દિવાલો પર રામાયણના પાત્રોનું ચિત્રણ 1 - image

મહેસાણાઃ વિજાપુર તાલુકામાં સ્થિત સયાજીનગર ગામમાં પ્રવેશ દ્વારથી લઈને ગામના દરેક રસ્તામાં આવતાં મકાનોની દીવાલો પર કેસરીયો રંગ લગાવવામાં આવ્યો છે. આ દીવાલો ઉપર રામાયણના વિવિધ પાત્રોનું ચિત્રણ કરવામાં આવ્યું છે.ગામના મકાનો પર વાલ્મિકી ઋષિ, ભગવાન રામ, ભકત હનુમાન અને લવ કુશ સુધીના ચિત્રો દોરવામાં આવ્યાં છે. 

સયાજીનગર ગામમાં એક હજારથી વધુ લોકોની વસતી

પ્રાપ્ત વિગતો પ્રમાણે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના સયાજીનગર ગામમાં એક હજારથી વધુ લોકોની વસતી છે. ગામના સરપંચ દેવેન્દ્રભાઈ પટેલનું કહેવું છે કે, છેલ્લા દોઢ વર્ષમાં અંદાજે 2 કરોડના ખર્ચે ગામમાં પેવરબ્લોક, રોડ-રસ્તા, ગટરલાઇન સહિતના વિકાસકામો કરાયાં છે. સ્વચ્છતા અને વિકાસ કામોને અનુલક્ષી દિલ્હીથી ભારત સરકારના સચિવ 5મી સપ્ટેમ્બરના રોજ ગામની મુલાકાત લેવાના છે. તે પહેલાં રાજ્યના સચિવ તેમજ મહેસાણા અને ગાંધીનગર જિલ્લાના અધિકારીઓએ સરપંચ તેમજ સદસ્યો સાથે બેઠક કરી હતી. 

VIDEO : ગુજરાતનું 'રામમય' ગામ! પ્રવેશદ્વારથી લઈને દરેક મકાનોની દિવાલો પર રામાયણના પાત્રોનું ચિત્રણ 2 - image

આ કામમાં 8.61 લાખનો ખર્ચ થયો

દેવેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ગામમાં મકાનોની દિવાલો પર રામાયણનાં ચિત્રો કંડારતાં મધ્યપ્રદેશના કારીગરોને બે મહિના જેટલો સમય લાગ્યો છે. આ કામમાં 8.61 લાખનો ખર્ચ થયો હતો. ગામને કેસરિયા રંગથી રંગવા માટે અને રામચરિત્ર માનસના હેન્ડ પેન્ટિંગ રંગવા માટે મધ્યપ્રદેશથી ખાસ ચિત્રકારોને બોલાવવામાં આવ્યા હતાં.ગામના સરપંચ નું કહેવું છે કે તેઓ જ્યારે અયોધ્યા ગયા હતા ત્યારે તેમને આ પ્રેરણા મળી હતી અને આ ચિત્રો બાદ ગામમાં ખૂબ જ ભક્તિભાવ જોવા મળી રહ્યો છે અને યુવાનો પણ આ ચિત્રોથી પ્રેરણા લઈ રહ્યા છે.આ ચિત્રો બનાવવાનો મુખ્ય હેતુ આજની યુવા પેઢીને ભગવાન રામના રામ રાજ્ય અને તેમના જીવન કાળમાં ઘટેલી ઘટનાઓથી માહિતગાર કરવાનો છે.


VIDEO : ગુજરાતનું 'રામમય' ગામ! પ્રવેશદ્વારથી લઈને દરેક મકાનોની દિવાલો પર રામાયણના પાત્રોનું ચિત્રણ 3 - image

Tags :