Get The App

મિની વેકેશનના માહોલને પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધુ, ગોવાનું એરફેર 15 હજારને પાર

Updated: Aug 13th, 2024


Google NewsGoogle News
મિની વેકેશનના માહોલને પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધુ, ગોવાનું એરફેર 15 હજારને પાર 1 - image


Waiting in Trains: આગામી 15 ઑગસ્ટના સ્વતંત્રતા દિવસ સાથે જ પાંચ દિવસ સુધી 'મિની વેકેશન'નો માહોલ જોવા મળશે. જેના પગલે ટ્રેનોમાં વેઇટિંગ 100થી વધી ગયું છે જ્યારે અમદાવાદ-ગોવાનું વન-વે એરફેર વધીને 15 હજાર થયું છે.

ઉજ્જૈન, સોમનાથ, પૂણે જવા ભારે ઘસારો

આગામી 15 ઑગસ્ટ માટે અમદાવાદથી મુંબઈની ડબલ ડેકર, વંદે ભારતમાં વેઇટિંગ 100થી વધારે છે. આ ઉપરાંત ઉજ્જૈન, સોમનાથ, પૂણે માટે પણ મુસાફરોનો ભારે ધસારો છે. ટ્રેનમાં ટિકિટ નહીં મળતાં અનેક લોકો બસના વિકલ્પ પર પસંદગી ઉતારી રહ્યા છે. 14 ઑગસ્ટ માટે બસનું મહત્તમ ભાડું અમદાવાદ-સોમનાથ માટે 3 હજાર રૂપિયા, અમદાવાદ-ઉજ્જૈનનું ભાડું 3500 રૂપિયા, અમદાવાદ-શીરડીનું ભાડું 3 હજાર રૂપિયા જેટલું છે. શ્રાવણ માસને પગલે ધાર્મિક સ્થળો તરફ વિશેષ ધસારો છે.

ગોવાનું એરફેર રૂપિયા 20 હજારને પાર જઈ શકે

અંબાજી, ચોટીલા, પાવાગઢ, દ્વારકામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી પૂરી સંભાવના છે. અમદાવાદથી ગોવાનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં અઢી ગણું વધીને 15 હજાર થઈ ગયું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીની રજાઓ વખતે અમદાવાદથી ગોવાનું એરફેર 20 હજારને પાર જઈ શકે છે. આ સિવાય રજાઓમાં પોળો, ઉદયપુર, શ્રીનાથજી, માઉન્ટ આબુ, સાપુતારા પણ પ્રવાસીઓની પસંદગીના સ્થળોમાં સામેલ છે.


Google NewsGoogle News