જિલ્લામાં ૩૧૮ મતદાન મથકો પર આજે મતદાન
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આજે લોકશાહીનો 'અવસર' ઃ અઢી હજારનો સ્ટાફ
ખડેપગે
ગાંધીનગર તા.પં. અને માણસા પાલિકા ઉપરાંત જિ.પં.ની હાલીસા તથા તા.પં.ની લવાડ-આમજા બેઠક માટે સવારે સાત વાગ્યાથી મતદાન શરૃ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની છેલ્લા બે મહિનાઓથી તૈયારી કરવામાં
આવતી હતી ત્યારે આવતીકાલે આ ચૂંટણી પર્વ અંતર્ગત મતદાનનો અવસર આવી ગયો છે.સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થાઓની ચૂંટણી અંતર્ગત ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો,
ગાંધીનગર તાલુકા પંચાયત તથા માણસા નગરપાલિકાની ૨૮-૨૮ બેઠકો માટે
સામાન્ય ચૂંટણી યોજાઇ રહી છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની હાલિસા, તાલુકા પંચાયતની લવાડ
અને આમજા બેઠક તથા કલોલના વોર્ડ નં. ૪ની સીટના મતવિભાગમાં આ લોકશાહીનું પર્વ ઉજવાશે.
જેમાં કુલ ૨.૭૬મતદારો પોતાના મતાધિકારનો ઉફયોગ કરશે. જે અંતર્ગત આ સ્થાનિક સ્વરાજ્યની
સંસ્થામાં કુલ ૩૧૮ મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકા પંચાયત
માટે કુલ ૨૨૪ તથા માણસા નગરપાલિકામાં ૩૫ ઉપરાંત હાલિસા બેઠકમાં ૩૪, લવાડ તા. પંચાયત બેઠક
માટે નવ, આમજા તા.
પંચાયત માટે સાત તથા કલોલ નગરપાલિકાના વોર્ડ નં. ૪ માટે નવ મતદાન મથકોનો સમાવેશ થાય
છે. આજે તમામ સંસ્થાના ડિસ્પેચીંગ સેન્ટરો ઉપરથી પોલીંગ સ્ટાફ દ્વારા આયોજનબધ્ધ સલામતીને
ધ્યાનમાં રાખઈને ઇવીએમ મતદાન મથકોએ પહોંચતા કરી દેવામાં આવ્યા છે.
શાંતિપુર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે માટે
ખાસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ વિવિધ ટીમો પણ તહેનાત કરવામાં આવી
છે. મથકમાં લાઇનો સર્જાય નહીં અને ઝડપથી મતદાન થાય તેવી વ્યવસ્થા જળવાઇ રહે તે
માટે પણ ઝોનલ તથા સેક્ટર ઓફિસરોને સુચના આપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર
મેહુલ કે. દવે દ્વારા મતદારોને નિર્ભયપણે અવશ્ય પોતાના મતાધિકારનો ઉપયોગ કરી
લોકશાહીના અવસરમાં જોડાઈ ઉંચુ મતદાન કરવા માટે પણ અપીલ કરાઈ છે. સવારે ૭ વાગ્યાથી
સાંજે ૬ કલાક સુધી ચાલનારા આ મતદાન પ્રકિયા પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમ નિયત રૃટ
ઉપરથી તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગરૃમમાં મુકી દેવામાં આવશે અને તા.૧૮મીના રોજ આ
ઈવીએમ તબક્કાવાર ખુલતાંની સાથે લોકચુકાદો પણ જાણવા મળશે.
હાલીસા જિ.પંચાયતની સીટમાં ૨૮ હજાર તથા લવાડ-આમજામાં સાત
હજાર મતદારો
પેટા ચૂંટણીની વાત કરીએ તો,ગાંધીનગર જિલ્લામાં જિલ્લા પંચાયતની હાલિસા બેઠકમાં ચૂંટણી
જંગ ખેલાઇ રહ્યો છે. અહીં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ત્યારે આ જિલ્લા
પંચાયતની સીટમાં કુલ ૩૪ જેટલા મતદાન મથકો છે અને અહીં આ જિલ્લા પંચાયતની એક જ
સીટમાં કુલ ૨૮ હજાર જેટલા મતદારો પણ નોંધાયેલા છે. જેમના દ્વારા રવિવારે
મતાધિકારનો ઉપયોગ કરવામાં આવશે. આવી જ રીતે દહેગામ તાલુકા પંચાયતની લવાડ બેઠકમાં
અપક્ષ અને ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર સહિત કુલ ત્રણ ઉમેદવારો મેદાને જંગમાં છે. અહીં
કુલ નવ મતદાન મથકો છે અને આ બેઠકમાં કુલ ૬,૫૦૦
જેટલા મતદારો નોંધાયેલા છે. જ્યારે માણસા તાલુકા પંચાયતની આમજા બેઠકમાં કુલ સાત
મતદાન મથકો છે અને અહીં કુલ ૬,૮૦૦થી
વધુ મતદારો નોંધાયેલા છે. આમજા બેઠકમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો મુકબાલો છે.