વાવ વિધાનસભા પેટાચૂંટણીનું શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ, 70 ટકાથી વધુ વોટિંગ, કોણ જીતશે?
Vav Assembly By Elections : વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે તા.13 નવેમ્બર, 2024ના રોજ એટલે કે આજે 192 મતદાન મથક કેન્દ્રો પર મતદાન પૂર્ણ થયું. પેટાચૂંટણીમાં 70 ટકા જેટલું મતદાન થયું હોવાનો અંદાજ છે. જેમાં સવાર સાત વાગ્યાથી પાંચ વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન થયું હતું. જો કે, સત્તાવાર આંકડા ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાશે.
આ મતવિસ્તારના વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 07.00 થી સાંજના 06.00 કલાક સુધી મતદાન થયું. જેના માટે 321 બેલેટ યુનિટ, 321 કંટ્રોલ યુનિટ અને 321 વીવીપેટનો ઉપયોગ કરાયો છે, ત્યારે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી મતદાન પૂર્ણ થતાં EVM મશીનને સિલ કરવામાં આવ્યાં. આ પછી તમામ EVM મશીનને પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે લઈ જવામાં આવશે. જ્યારે આગામી 23 નવેમ્બરના રોજ આ પેટા ચૂંટણીની મત ગણતરી થશે.
પાંચ વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન થયું
વાવ વિધાનસભાની ચૂંટણીમાં 1,61,296 પુરૂષ, 1,49,478 સ્ત્રી અને 01 થર્ડ જેન્ડર મળી કુલ 3,10,775 મતદારો છે. જેમાંથી સાંજના પાંચ વાગ્યા સુધીમાં 67.13 ટકા મતદાન થયું હતું. જેમાં પુરુષોનું કુલ 70.94 ટકા અને સ્ત્રીનું કુલ 63.01 મતદાન થયું. તો બીજી તરફ વાવના ભાખરી ગામે EVM ખોરવાયું હોવાનું સામે આવ્યું હતું.
આ ચૂંટણીમાં ભાજપ તરફથી સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને ભાજપના બળવાખોર ઉમેદવાર માવજી પટેલે ઝંપલાવ્યુ છે. તીવ્ર રસાકસી ભરી આ ચૂંટણીમાં ઠાકોર, ચૌધરી, ક્ષત્રિય અને દલિત સમાજના મતદારો નિર્ણાયક સાબિત થશે. ભાજપના પ્રદેશ નેતાઓ અને આખી સરકારે પોતાની પ્રતિષ્ઠા દાવ પર લગાવી છે. મતદાન મથકો ખાતે કુલ 1,412 જેટલા અધિકારી/કર્મચારીઓ ફરજ પર હતા.
મતદાન મથકો ઉપર 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત
વાવ વિધાનસભા બેઠક માટે પેટાચૂંટણી માટે આજે તા.13 નવેમ્બરના રોજ મતદાન થયું છે, ત્યારે ચૂંટણી મુક્ત, ન્યાયી અને નિષ્પત વાતાવરણમાં સંપન્ન થાય અને મતદારો કોઈપણ જાતના ભય કે શેહશરમ વગર મતદાન કરી શકે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી 321 મતદાન મથકો ખાતે ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. બનાસકાંઠાના પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર 1 વાવમાં કાયદો અને વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કુલ 7 જેટલી મિલેટ્રી ફોર્સ કંપનીઓ તૈનાત કરવામાં આવેલી.
આ પણ વાંચો : વાવ વિધાનસભા પેટા ચૂંટણી: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અત્યાર સુધી 55 ટકાથી વધુ મતદાન
જેમા જ પેરા મિલેટી અને 3 એસઆરપી - કંપનીઓ ગોઠવાઈ હતી. તમામ 1 ક્રિટિકલ બુથ અને વાવ વિધાનસભાને - જોડતી સાત ચેક પોસ્ટ પર સીએપીએફ - કંપનીઓને સુરક્ષા સોંપવામાં આવેલી અને દરેક પોલિંગ બુથ અને બિલ્ડિંગ પર ચૂંટણી પંચના ફોર્સ ડિપ્લોમેટ પ્લાન અંતર્ગત કર્મચારીઓ અને પોલીસ જવાનોને ગોઠવાયા હતા.