સ્પેન અને ભારતના પ્રધાનમંત્રીની મુલાકાત અને પૂરની પરિસ્થિતિ બાદ કોર્પોરેશનના રિવાઇઝડ બજેટમાં અંદાજે રૂ.70 કરોડનો વધારો
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનના વર્ષ 2025-26ના ડ્રાફ્ટ બજેટ અને વર્ષ 2024-25ના ડિવાઇઝ બજેટ અંગે પાલિકાના ચીફ એકાઉન્ટન્ટ સંતોષ તિવારીની વિવિધ વિભાગના વડાઓ સાથે દૈનિક બેઠક ચાલી રહી છે. જેમાં અત્યાર સુધી અંદાજે 40 વિભાગના વડાઓ સાથે બેઠક પૂર્ણ થઈ છે. જોકે નિયત કરેલ સમય કરતાં વધુ બેઠકનો દોર ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે.
પાલિકાના આગામી બજેટ અંતર્ગત વિવિધ વિભાગોના વડાઓની એકાઉન્ટ વિભાગ સાથે તા.22થી 25 નવેમ્બર દરમિયાન બેઠકનો દૌર ચાલ્યો હતો. પરંતુ વિવિધ વિભાગો અને એકાઉન્ટ વિભાગ વચ્ચે લંબાણપૂર્વક ચર્ચા થતાં નિયત સમય તા.25 સુધી બેઠકો પૂર્ણ કરવાની હતી તે થઈ શકી નથી અને હજુ સમગ્ર સપ્તાહ દરમિયાન બેઠકોનો દૌર યથાવત રીતે જાણવા ચાલુ રહેશે. બીજી તરફ ચાલુ વર્ષે આવેલા અત્યાર સુધીના સૌથી ભયાનક પૂર, વડાપ્રધાન અને મુખ્યમંત્રીના વિવિધ કાર્યક્રમોના કારણે ખર્ચમાં પણ નોંધપાત્ર વધારો થવાનો અંદાજો જણાઈ રહ્યો છે. ખાસ કરીને શહેરમાં આવેલા પૂરના કારણે પાલિકાએ સફાઈ સહિત અને કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવી પડી હતી. તેવી જ રીતે સ્પેનના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીની શહેરની મુલાકાત ટાણે લાઇટિંગ, રંગરોગાન સહિતના ખર્ચમાં વધારો થઈ શક્યો હોવાનો અંદાજ છે. જેથી રીવાઈસ બજેટમાં અંદાજે 70 કરોડ જેટલો વિવિધ ખર્ચમાં તગડો વધારો થાય એવું એક અનુમાન જણાઈ રહ્યું છે. પાલિકાનો બોજ વધશે તો આગામી સમયમાં વિવિધ યોજનાઓ અને અલગ અલગ ખર્ચમાં મોટા કાપ મુકવા પડે તેવી શક્યતા જણાઈ રહી છે.