વડોદરાના જમીન માલિક દ્વારા હાઇકોર્ટમાં દાવો દાખલ કરાતા રાયકાની જમીનમાં ફ્રેન્ચવેલ બનાવવા પાલિકા કાનૂની રાહે કાર્યવાહી કરશે

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
વડોદરાના જમીન માલિક દ્વારા હાઇકોર્ટમાં દાવો દાખલ કરાતા  રાયકાની જમીનમાં ફ્રેન્ચવેલ બનાવવા પાલિકા કાનૂની રાહે કાર્યવાહી કરશે 1 - image


Vadodara News : વડોદરામાં રાયકાના બ્લોક નં.449, 450ની જમીનમાં બનેલ ફ્રેન્ચવેલ સંદર્ભે થયેલ SCA 16618/2021 તથા MCA 805/2022 પિટીશનના અનુસંધાને રાયકાના બ્લોક નં.449ની જમીન સંપાદન કરવામાં આવશે.

વડોદરા પાલિકાના પાણી પૂરવઠા વિભાગ દ્વારા પાનમ પ્રોજેક્ટ હેઠળ મહીસાગર નદીના તટે મોજે રાયકાના બ્લોક નં.449, 450વાળી જમીનમાં સંપ તથા અન્ય મશિનરી મુક્વાનુ આયોજન કરેલ હતુ. પરંતુ જમીન માલીક મુમુક્ષુ વિરેન્દ્ર પટેલ દ્વારા પોતાની માલિકિની મોજે રાયકાના બ્લોક નં.449, 450ના જમીનમાં પાલિકા દ્વારા ફેન્ચવેલનું દબાણ કરેલ હોઇ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં દાવો અને કોર્ટ ઓફ કન્ટેમ્પ્ટ દાખલ કરેલ. અત્રેથી પાણી પુરવઠા વિભાગ તથા જમીન મિલકત શાખા દ્વારા જમીન માલીક સાથે ચર્ચા કરવામાં આવેલ. સ્પીકીંગ ઓર્ડર કરેલ જે મુજબ ડી.જી.પી.એસ. માપણી કરી લેન્ડ રેકર્ડની ચકાસણી કરી કોર્પોરેશન દ્વારા ઉપયોગમાં લેવાયેલ જમીનની સંપાદનની કાર્યવાહી કલેકટરને દરખાસ્ત કરી નવીન જમીન સંપાદન કાયદા અન્વયે કરવામાં આવશે. નાયબ કલેકટર દ્વારા જે હુકમ આવશે તે નિર્ણયનું પાલન સક્ષમ ઓથોરીટીની સમક્ષ રજુ કરી પાલન કરવામાં આવશે તેમ નકકી કરવામાં આવેલ. અત્રેથી હાઇકોર્ટમાં એફિડેવિટ દાખલ કરેલ, જેનો દાવો ડીસમીસ થયેલ છે.

અરજદારે રજુ કરેલ ડી.આઈ.એલ.આર.ની માપણી મુજબ રાયકાના બ્લોકમાં 1502 ચો.મી. તથા બ્લોક નં.450માં 82.00 ચો.મી. જમીનમાં પાલિકાએ ફ્રેન્ચવેલ બનાવેલ છે તેમ બતાવેલ છે. પરંતુ, સંયુકત ડી.જી.પી.એસ.ની માપણી પ્રમાણે બ્લોક નં.449માંથી 2424 ચો.મી. તથા બ્લોક નં.450માં 389 ચો.મી. જમીનમાં પાલિકાએ ફ્રેન્ચવેલ બનાવવા કબજો હોવાનું જણાય છે. જે પૈકી બ્લોક નં.450ની 389 ચો.મી. જમીન ખુલ્લી છે તેમજ જેનો પાલિકા દ્વારા કોઈ ઉપયોગ લેવામાં આવેલ ન હોય, જે જમીન પરત કરી ફકત બ્લોક નં.449ની 2424 ચો.મી. જમીન સંપાદન કરવાની થાય છે. પરંતુ સરકારના હીતમાં ડી.આઇ.એલ.આર. માપણી મુજબ રે.સ.નં 450માં 82 ચો.મી. તથા રે.સ.નં 449માં 1502 ચો.મી. ક્ષેત્રફળ ધ્યાને લેવાનું રહે છે. છતાં સંપાદન અધીકારી દ્વારા એલ.એ.ક્યુ. હેઠળ જે ક્ષેત્રફળ નક્કી થાય તે આખરી ગણવાનું રહે છે. દરમ્યાનમાં પીટીશનરની તેમની માલીકીની જમીન રે.સ.નં. 449માં તથા રે.સ.નં 450માં અવર જવર કરવા માટે રસ્તો આપવા મંજુરી આપવાની થાય છે.

 અરજદારને પ્રથમ વાટાઘાટથી સંપાદન બાબતે જમીન માલીક સંમત ન થતા, જમીન સંપાદન કરવા જી.પી.એમ.સી. એકટની કલમ 78 મુજબ કાર્યવાહી કરવા સામાન્ય સભા તથા શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગની મંજુરીની આવશ્કયતા હોય જે મુજબની મંજૂરી મળવા અત્રેથી જરૂરી કાર્યવાહી કરવા તથા જરૂર જણાયે ફરીથી વાટાઘાટ સહીત આગળની કાર્યવાહી કરવાની તમામ સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને આપવાની દરખાસ્તને સ્થાયી સમિતિ મારફત સમગ્ર સભામાં રજુ કરી મંજુરી મેળવી આપવા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


Google NewsGoogle News