Get The App

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ચોમાસામાં હાઈવેનું પાણી આવતું રોકવા પ્રયાસ : 250 જગ્યા પર દબાણો જણાઈ આવ્યા

Updated: Feb 13th, 2025


Google NewsGoogle News
વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ચોમાસામાં હાઈવેનું પાણી આવતું રોકવા પ્રયાસ : 250 જગ્યા પર દબાણો જણાઈ આવ્યા 1 - image


Vadodara : વડોદરા શહેરમાં ચોમાસા દરમિયાન હાઇવે બાયપાસનું વરસાદી પાણી પૂર્વ વિસ્તારમાં આવે છે જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાતી રહે છે જેના ઉકેલ માટે ગઈકાલે વડોદરા કોર્પોરેશન અને નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ હાઇવે વિસ્તારની વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. જ્યાં 250 જગ્યા પર પાણી અટકતું હોવાનું જણાઈ આવ્યું હતું તેની સાથે સાથે નવી વરસાદી ચેનલ બનાવવાનું આયોજન કરવાનું નક્કી થયું હતું. 

વડોદરા શહેરમાં ગત વર્ષે ચોમાસામાં ભારે પૂર આવ્યું તેની સાથે સાથે વરસાદી પાણી પણ અનેક વિસ્તારોમાં ભરાઈ ગયા હતા જેના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા કરવાનું આયોજન વડોદરા કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે વડોદરા કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સીટી એન્જિનિયર કલ્પેશ મજમુદાર સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા નેશનલ હાઈવે ઓથોરિટીના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત રીતે વડોદરા દુમાડથી લઈને જામ્બુવા નદી સુધીની મુલાકાત લીધી હતી. જેમાં 250 જગ્યા ઉપર દબાણો અને કેટલીક જગ્યાએ પાણી રોકાતા હોવાનું જણાય આવ્યું હતું. જેથી ચોમાસા પહેલા આ વરસાદી પાણી રોકાય નહીં તેવું આયોજન હાથ ધરવા અને આજવા રોડથી લઈને જામ્બુવા નદી સુધી ચાર મીટરની વરસાદી ચેનલ બનાવી પાણી જામ્બુવા નદીમાં પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે તે અંગે ચર્ચા વિચારણા થઈ હતી.


Google NewsGoogle News