વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ફરી 30.32 કરોડના કામોમાં ઓછા અને વધુ ભાવના ટેન્ડરોથી વિવાદ
Vadodara Corporation : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં ફરી એકવાર 30.32 કરોડના 29 કામ રજૂ થયા છે. જેમાં કેટલાક કામોમાં વધુ ભાવના ટેન્ડરો તો કેટલાક કામોમાં ઓછા ભાવના ટેન્ડરોથી વિવાદ સર્જાયો છે.
વડોદરા શહેરના સમાવિષ્ટ નવા બિલ ગામની ટીપી સ્કીમ વિસ્તારમાં નવું પાણીનું નેટવર્ક શરૂ કરવા પાછળ રૂપિયા 7.13 કરોડ, પશ્ચિમ ઝોન વોર્ડ નંબર 8માં પાણીની નવી લાઈનો નાખવા પાછળ 2.40 કરોડ, પશ્ચિમ ઝોનના પાણી વિતરણના મેન્ટેનન્સ પાછળ 50 લાખ, હાર્ટ ગેલેરી ફાયર સ્ટેશન પર સોલાર સિસ્ટમ પાછળ 60.95 લાખ, વાસણા નિઝામપુરા તાંદળજા માણેજા જીઆઇડીસી શરદ નગર પંપિંગ સ્ટેશનના વાર્ષિક ઇજારા પાછળ અલગ અલગ કોન્ટ્રાક્ટરોના 1.18 કરોડ કરોડના કામો રજૂ થયા છે.
વડોદરાના સયાજી બાગ ઝુ વિભાગ માટે પ્રાણીઓના ખોરાક પાછળ રૂ. 55 લાખ, સયાજીનગર ગૃહના એસી સિસ્ટમમાં ફેરફાર કરવા રૂપિયા 93.48 લાખ, નવા સમાવિષ્ટ સાત ગામ તેમજ અન્ય અતિથિગૃહ સહિતના ટ્યુબવેલોનો મેન્ટેનન્સ પાછળ રૂપિયા 18 લાખ, વોર્ડ નંબર 4માં પાણીની લાઈન મેન્ટેનન્સ પાછળ 20 લાખ, વોર્ડ નંબર 14માં પાણીની લાઈન માટે 50 લાખ, પશ્ચિમ ઝોનમાં ડ્રેનેજ મેન્ટેનન્સ માટે 75 લાખ, પૂર્વ ઝોનમાં ડ્રેનેજ મેન્ટેનન્સ અને નવી લાઈન નાખવા પાછળ રૂપિયા ત્રણ કરોડ, પૂર્વ જન્મમાં નવી વરસાદી ગટર નાખવા પાછળ ત્રણ કરોડ ઉત્તર ઝોનમાં ડ્રેનેજ નેટવર્ક પાછળ એક કરોડની કિંમતના કુલ રૂપિયા 30.32 કરોડના કામો રજૂ થતાં ફરી વિવાદ સર્જાયો છે.