Get The App

વડોદરા પાલિકા દ્વારા ફાયર સબ ઓફિસર પરીક્ષાની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર મુકાઇ

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
વડોદરા પાલિકા દ્વારા ફાયર સબ ઓફિસર પરીક્ષાની OMR શીટ અને પ્રોવિઝનલ આન્સર કી વેબસાઈટ પર મુકાઇ 1 - image


Vadodara Corporation : વડોદરા મહાનગરપાલિકા દ્વારા સબ ઓફિસર-ફાયર અને સૈનિક-ફાયરમેનની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ગત તા.22-12-24, રવિવારે યોજાઇ હતી. આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલા ઉમેદવારોની ઓએમઆર શીટની સ્કેન ઇમેજ પાલિકાની વેબસાઈટ પર મુકાઈ છે. જે 10-01-25, શુક્રવારની રાત્રે 12 બાર વાગ્યા સુધી જે તે ઉમેદવાર ડાઉનલોડ કરી શકશે.

 આ સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી પણ પાલિકાની વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ પરીક્ષામાં ઉપસ્થિત ઉમેદવારો તા.10-01-25 સાંજે પાંચ વાગ્યા સુધી વેબસાઈટ પર મૂકવામાં આવેલ છે. જે અંગે વાંધા સુચન બાબતે નિયત નમૂનામાં લેખિતમાં અરજી જરૂરી આધાર પુરાવા સાથે રૂબરૂ અથવા ટપાલથી વાંધા સૂચન વડોદરા પાલિકાની રેકડ બ્રાન્ચ ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ ખાતે રજૂ કરી શકાશે.


Google NewsGoogle News