Get The App

વિશ્વામિત્રીની પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ નદીમાં મશીનો ઉતારવા રેમ્પ બનાવવાનું ચાલુ કર્યું

ચોમાસા પૂર્વે નદીની સફાઈ કરવાની સાથે પહોળી અને ઊંડી કરવાનું કામ પૂર્ણ કરાશે

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
વિશ્વામિત્રીની પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ નદીમાં મશીનો ઉતારવા રેમ્પ બનાવવાનું ચાલુ કર્યું 1 - image

વડોદરાવિશ્વામિત્રીનું પૂર ન આવે તે માટે ૩૨૦૦ કરોડના ખર્ચે બે તબક્કામાં વડોદરા કોર્પોરેશન દ્વારા કામગીરી થવાની છે. જેના પ્રથમ તબક્કાની કામગીરીનો પ્રારંભ થયો છે.

વડોદરામાં ગત ચોમાસામાં ત્રણ વખત પૂર આવતા વિશ્વામિત્રી નવસર્જન પ્રોજેક્ટ માટે સરકારનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને પૂર નિયંત્રણ કમિટી દ્વારા  વિવિધ પાસા આવરી લઈને ૨૦૦ પેજનો એક રિપોર્ટ તૈયાર કરી બે તબક્કામાં કામ હાથ પર લેવા નિર્ણય કર્યો હતો.

વિશ્વામિત્રીમાં મશીનરી ઉતારવા માટે માટીના રેમ્પ બનાવવાનું કામ આજથી શરૃ કર્યું છે.

પ્રથમ તબક્કાની કામગીરીમાં આજવાના નીચાણવાળા વસિતારમાં વિયર બનાવાશે. નદીમાં જરૃર જણાય ત્યાં આડબંધ કરાશે. વિશ્વામિત્રીના સંગમ સ્થાનો છે, તે સ્થાનોને ઉંડા અને પહોળા કરવામાં આવશે. જેથી નદીમાં પાણી વહન કરવાની ક્ષમતામાં વધારો થશે. આ ઉપરાંત રૃપારેલ, મસિયા અને ભૂખી કાંસની સફાઈ કરી ઉંડા અને શક્ય હશે ત્યાં પહોળા કરાશે. આ કામગીરી ટૂંક સમયમાં શરૃ થશે. પ્રથમ તબક્કામાં પૂર નિયંત્રણ કક્ષને અત્યાધુનિક બનાવાશે. પૂરની માહિતી લોકોને સચોટ રીતે મળી શકે.

પ્રથમ તબક્કાની કામગીરીમાં આશરે ૧૧૦૦ કરોડ ખર્ચ થશે જેની ટેન્ડરીંગ પ્રક્રિયા થઈ ગઈ છે. પ્રથમ તબક્કાની કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ થવાની શક્યતા છે. હાલ નદીની સફાઈ સહિતની કામગીરીનો પ્રારંભ કરી દેવાયો છે. ચોમાસા પૂર્વે નદી પહોળી, ઊંડી અને સાફ થતા ચોમાસામાં શહેરીજનોને રાહત રહેશે.

મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું હતું કે, પ્રથમ તબક્કાની કામગીરી માટે મશીનરીનો ઉપયોગ કરવાનો હોવાથી મશીનરીની સરળતાથી આવજા થઈ શકે તે માટે રેમ્પનું કામ કરવું પ્રથમ જરૃરી હતું. નદીની કામગીરીની શરૃઆત વન ખાતાની મંજૂરી બાદ શરૃ કરાશે. જરૃર પડશે તો મગરોનું સ્થળાંતર કરાશે અને કામગીરી પૂરી થયા પછી ફરી તેના મૂળ જગ્યાએ મૂકવામાં આવશે.


Google NewsGoogle News