Get The App

યુટ્યુબના નકલી 'પ્લે બટન'નો કારોબાર, સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવરી

Updated: Apr 2nd, 2025


Google News
Google News
Fake YouTube Play Button


Fake YouTube Play Button: યુટ્યૂબના સિલ્વર અને ગોલ્ડ પ્લે બટન મેળવવા એ દરેક ઈન્ફ્લુએન્સરનું સપનું હોય છે ત્યારે વ્યૂઅર્સ વધારવા મથતાં અનેક નકલી ઈન્ફ્લુએન્સર બજારમાં પોતાની વાહવાહી વધારવા રૂ.3500 ખર્ચીને બેકગ્રાઉન્ડમાં પ્લે બટન બતાવે છે ત્યારે તેમનો વ્યૂઅર શીપનો ગ્રાફ વધે છે. બીજી તરફ માત્ર સ્ટીલના પતરામાંથી બનતા આ પ્લે બટનના વેચનારને રૂ.3500 મળે છે. આમ બંને તરફ નકલી માનસિક્તા છતી થાય છે અને પ્લે બટનનો વેપાર ધમધોકાર ચાલે છે. 

સુરતમાં નકલી ગોલ્ડ અને સિલ્વર બટન બનવવામાં આવી રહ્યા છે 

બીજી તરફ અનેક ઈન્ફ્લુએન્સર દિવસ રાત મહેનત કરીને પોતાના ફોલોઅર્સ વધારવાની મથામણ કરી રહ્યા છે. ગુગલને પોતાને પણ ખબર નહીં હોય એ રીતે ગુજરાતના સુરતમાં એકદમ સાચા જેવા જ લાગતા સ્ટીલના ગોલ્ડ અને સિલ્વર બટન ઓનલાઈન રૂ.3500 માં વેચાય છે. 

લોખંડના વેલ્ડિંગની દુકાનમાં વેચાય છે યુટ્યુબ બટન 

આ બટનને ગોલ્ડન કે સિલ્વર કલરમાં પ્લેટિંગ કરીને વેચવામાં આવે છે. ત્યારે સુરતના એક સ્ટીલના કારીગરે એકદમ યુટ્યુબ જેવા જ સિલ્વર અને ગોલ્ડ બટન લોખંડના વેલ્ડિંગની દુકાનમાં વેચાતા જોઈને ગુજરાતના અનેક ઈન્ફ્લુએન્સરને અને સબસ્ક્રાઈબરને આ વીડિયો જોઈને ફાળ પડી જાય અને સાથે તે ખરીદવાની લાલચ પણ થઈ જાય.

રૂ.3500 માં ગોલ્ડ અને સિલ્વર બટન બનાવી આપે છે

હાલમાં વાઈરલ થયેલા ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં સુરતના એક લોખંડની વેલ્ડિંગની દુકાનમાં આ લોખંડનો કારીગરે યુટ્યુબના બટન વેચવાની જાહેરાત બનાવી છે. જેમાં તેઓ ફક્ત રૂ.3500 માં ગોલ્ડ અને સિલ્વર બટન બનાવી આપે છે અને આખા દેશમાં તેની હોમ ડિલીવરી કરી આપે છે. 

યુટ્યુબ બટનની કરે છે હોમ ડિલીવરી

સુરતથી વેચી રહેલા લોખંડના કારીગરે સિલ્વર પ્લે અને ગોલ્ડ પ્લે બટન બનાવવાની કારીગરી પણ વિસ્તાર પૂર્વક દર્શાવી છે. આ બટન સ્ટીલના પતરાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને અસલ યૂટ્યૂબ બટનની જેમ કાપી લેવામાં આવે છે અને તેમાં યુટ્યૂબના ટ્રાયંગલને મૂકવામાં આવે છે. 

આ પણ વાંચો: અમદાવાદમાં 10 વર્ષમાં હવાઈ મુસાફરોની અવર-જવર બમણી વધી, ઈન્ટરનેશનલ ટ્રાવેલર 50% વધ્યા

આમ યુટ્યૂબમાં અનેક ઈન્ફ્લુએન્સર વધી રહ્યા છે ત્યારે સિલ્વર અને ગોલ્ડ બટનના ફોટો અને જાહેરાત કરનારા બધા જ ઈન્ફ્લુએન્સરમાંથી સાચા કેટલાં હશે તે તો તેના વ્યૂઝ અને નિયમિત રેકોર્ડ પરથી જ જાણી શકાય છે. 

યુટ્યુબની વિશ્વસનીયતા પર પ્રશ્ન

પરંતુ સ્થાનિક લેવલે માત્ર રૂ. 3500 માં આવા બટન મળતા હવે ઈન્ફ્લુએન્સરની પ્રમાણિક્તા પર પણ પ્રશ્નાર્થ થઈ શકે છે. સામાન્ય રીતે ગોલ્ડ પ્લે બટન લેવા માટે એક ચેનલને દસ લાખ સબસ્ક્રાઈબર્સ જોઈએ છે જ્યારે સિલ્વર પ્લે બટન માટે એક લાખ સબસ્ક્રાઈબરની જરુર પડે છે. 

અનેક વિસ્તારોમાં આ પ્રકારના બટનનું શો પીસ તરીકે પણ વેચાણ  

આ બધાં સાથે વિષય વસ્તુ ઓરિજિનલ હોવી જરુરી છે. પરંતુ આ પ્રકારે બટન બતાવીને ઘણાં ઈન્ફ્લુએન્સર વગર પ્લે બટને વધુ ફેલાવો હોવાનો દાવો કરતાં જોવા મળ્યા છે. પરંતુ આ પ્રકારના પ્લે બટન બેકગ્રાઉન્ડમાં બતાવીને ઘણાં ઈન્ફ્લુએન્સર પોતાના વ્યૂઝ વધારવાનો પ્રયત્ન કરે છે. સામાન્ય લેસર મશીનથી અને થ્રીડીની મદદથી પણ આવા બટન બનાવી શકાતા હોવાથી અનેક વિસ્તારોમાં આ પ્રકારના બટન શો પીસ તરીકે પણ વેચાતા હોવાનું જાણવા મળ્યું છે. 

યુટ્યુબના નકલી 'પ્લે બટન'નો કારોબાર,  સુરતનો કારીગર 3500માં ઘેરબેઠાં સિલ્વર-ગોલ્ડ બટનની કરે છે ડિલીવરી 2 - image

Tags :