કેજરીવાલની ધરપકડને લઈને રાજકોટમાં આપનો ઉગ્ર વિરોધ, અનેક કાર્યકરોની અટકાયત

ઈડીએ ગુરુવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી

Updated: Mar 22nd, 2024


Google NewsGoogle News
કેજરીવાલની ધરપકડને લઈને રાજકોટમાં આપનો ઉગ્ર વિરોધ, અનેક કાર્યકરોની અટકાયત 1 - image


Arvind Kejriwal Arrest: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ગુરુવારે સાંજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ ધરપકડ કરી હતી. જેને લઈને દેશભરમાં વિરોધમાં થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા દેખાવો કરાયા હતા. જો કે પોલીસે આપના કાર્યકરોની અટકાયત કરી હતી.

આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

રાજકોટના કિસાનપરા ચોક ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા હતા. આ દેખાવો દરમિયાન આપના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે જોરદાર ઘર્ષણ થયું હતું. જો કે, પોલીસે મોટી સંખ્યામાં આપના કાર્યકરો અટકાયત કરી હતી. જામનગર જિલ્લા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ વશરામ રાઠોડ, જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા, કે.પી.બથવાર, જૈમિન માધાણી, કરશન કરમુર, જીવરાજ ચૌહાણ, રેશ્મા પટેલ, નિમિષા ખુટં સહિત અનેક કાર્યકરો વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા.

આ મામલે અરવિંદ કેજરીવાલની ધરપકડ

ઈડીએ ગુરુવારે સાંજે દિલ્હી લિકર પોલિસી કેસ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. ઈડીની ટીમ ગઈકાલે સાંજે કેજરીવાલના ઘરે પહોંચી હતી. લગભગ બે કલાકની પૂછપરછ અને તેમના નિવાસસ્થાને સર્ચ કર્યા બાદ ઈડીએ કેજરીવાલની ધરપકડ કરી હતી. 

ગુજરાત સહિત દેશભરમાં આપ કાર્યકરોનો દેખાવ

દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડ બાદ ગુજરત સહિત દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરોએ દેખાવ શરુ કર્યો હતો. સુરતમાં આપના કાર્યકરોએ પોસ્ટર લઈને દેખાવ કર્યો હતો. જો કે પોલીસે આ કાર્યકરોની અટકાયત કરી હતી.

કેજરીવાલની ધરપકડને લઈને રાજકોટમાં આપનો ઉગ્ર વિરોધ, અનેક કાર્યકરોની અટકાયત 2 - image


Google NewsGoogle News