Get The App

બનાસકાંઠામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ચારને ગંભીર ઈજા, પોલીસ કાફલો ઘટના સ્થળે

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
બનાસકાંઠામાં બે જૂથ વચ્ચે હિંસક અથડામણમાં ચારને ગંભીર ઈજા, પોલીસ કાફલો ઘટના સ્થળે 1 - image


Violent Clash Between Two Groups At Malgadh Village : બનાસકાંઠાના ડીસાના માલગઢ ગામે એક જ સમાજના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હોવાની ઘટના સામે આવી છે. જેમાં બંને જૂથના ચાર જેટલાને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. જ્યારે સમગ્ર ઘટનાને લઈને ડીસા પોલીસે તપાસ હાથ ધરી છે. 

બે જૂથ વચ્ચે હિંસક અથડામણ

ડીસાના માલગઢ ગામે બે જૂથ વચ્ચે અથડામણની ઘટનામાં ચાર લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા પોલીસ ત્યાં પહોંચીને ટોળાને વીખેર્યું હતું. બીજી તરફ, બબાલની ઘટનાને લઈને ગામમાં લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

આ પણ વાંચો : મહેસાણામાં ભયાનક અકસ્માત, કાર પલટી ખાતા ત્રણના મોત, ગીરગઢડામાં બે બાઈકો સામસામે અથડાતા એકનું મોત

મળતી માહિતી પ્રમાણે, જૂથ અથડામણની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા લોકો પર ફાયરિંગ થયું હોવાના આક્ષેપ કરવામા આવ્યાં છે. સમગ્ર ઘટનાને લઈને ડીસા પોલીસ વધુ તપાસ હાથ ધરી છે. 


Google NewsGoogle News