ઉત્તર વાહિની નર્મદા પરિક્રમામાં શ્રદ્ધાળુઓની સુરક્ષા જોખમમાં મુકતા નાવિકો : નિયમોનો ભંગ
Narmada Uttarvahini Parikrama : નર્મદા પરિક્રમાનો આવતીકાલે અંતિમ દિવસ હોય મોટી સંખ્યામાં ભક્તો પરિક્રમામાં જોડાયા છે. તેવામાં પરિક્રમાવાસીઓની સંખ્યા સામે નાવડીઓ ઓછી પડતાં લાઈફ જેકેટ વિના મર્યાદા કરતા વધુ સંખ્યામાં વ્યક્તિઓને નાવડીમાં બેસાડી નદી પર કરાવતા ચિંતાનો વિષય બન્યો છે.
નર્મદા નદીના કિનારે પવિત્ર ચૈત્ર માસ દરમિયાન પંચકોશી નર્મદા પરિક્રમા વર્ષોથી લાખોની સંખ્યામાં ભક્તો કરે છે. તિલકવાડા પાસે નદીના કિનારાની જગ્યાએથી નાવડીમાં બેસી નદી પાર કરી સામે કિનારે જઇ પાછું નાવડીમાં આવવાનું હોય છે. એટલે પરિક્રમા કરતી વખતે બે વખત નર્મદા નદીને પાર કરવાની રહે છે. રોજના હજારોની સંખ્યામાં પરિક્રમા વાસીઓ પરિક્રમા કરતા હોય છે. નાવડી ઓછી પડતા પરિક્રમાવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે. તો બીજીતરફ મર્યાદા કરતાં વધુ લોકોને બેસાડી લાઈફ જેકેટની સુવિધા વગર નાવડીમાં નદી પાર કરાવાતા દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી છે. અને નાવડી તથા બોટ અંગે તંત્રએ જારી કરેલ જાહેરનામાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.