Get The App

પાલિકાની બ્યુટીફીકેશનમાં પાન ગુટકા ખાનારા વિલન

Updated: Apr 3rd, 2022


Google NewsGoogle News
પાલિકાની બ્યુટીફીકેશનમાં પાન ગુટકા ખાનારા વિલન 1 - image


- પાન ખાઈને પાલિકાની દિવાલ પર પિચકારી મારનાર સામે આકરા પગલાં ભરાશે

- બ્રિજ અને વિવિધ મિલકતની બ્યુટીફીકેશન કરેલી દિવાલ પર પિચકારી મળનારાને ઝડપવા સીસી કેમેરાની મદદ લેવાશે

પ્રતિનિધિ દ્વારા સુરત રવિવાર

સુરત મહાનગરપાલિકાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રેસર રહેવા માટે પાલિકાના બ્રિજ અને વિવિધ મિલકત ઉપર પેઇન્ટિંગ કરીને બ્યુટિફિકેશન કામગીરી કરી રહી છે. પાલિકાની આ કામગીરીના કારણે સુરતની સુંદરતામાં થતા વધારા સામે પાન અને ગુઠકા ખાનારા વિલન બની રહ્યા છે. આવા લોકો સામે મહાનગરપાલિકા આવનારા દિવસોમાં આકરા પગલાં ભરવા જઇ રહી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં બીજા નંબરથી પહેલો નંબર મેળવવા માટે પાલિકા અનેક પ્રયાસ કરી રહી છે. પાલિકાની મિલકત પર પેઇન્ટિંગ સાથે સાથે હવે નંગી સોસાયટીની દીવાલો પર પણ પાલિકા પેઇન્ટિંગ માટે પ્રોત્સાહન આપી રહી છે.

વર્ષે સ્વચ્છતા સર્વેક્ષણમાં પહેલો નંબર મેળવવા માટે મહાનગરપાલિકા તમામ પ્રયાસ કરી રહી છે. પરંતુ કેટલાક સુરતીઓની હરકતને કારણે પાલિકા દ્વારા કરવામાં આવતી પેન્ટિંગમાં કાળી ટીલી લાગી રહી છે.

સુરત મહાનગરપાલિકા લાખો રૂપિયાના ખર્ચે બ્રિજ અને વિવિધ મિલકત ઉપર પેઇન્ટિંગ કરી રહી છે. પાલિકાની આ કામગીરીને કારણે શહેરની સુંદરતા વધી રહી છે. જોકે કેટલાક વાહનચાલકો પાલિકાના આ પેઈન્ટિંગ ઉપર પાન અને ગુટખા ખાઇને પિચકારી મારી રહ્યા છે. લોકોની આવી હરકતને કારણે પેઇન્ટિંગ બગડી રહ્યા છે. આવી અનેક ફરિયાદો બાદ મહાનગરપાલિકાએ ગંદકી કરનાર સામે આકરા પગલાં ભરવાનો નિર્ણય કર્યો છે. પાલિકાની દિવાલ અને બ્રિજ પર કરેલા પેઇન્ટિંગ ઉપર પિચકારી મારનારાને પકડવા સીસીટીવી કેમેરાની મદદ લેવાશે. આગામી દિવસોમાં મહાનગરપાલિકા આવા લોકોને ઝડપીને તેમની પાસે આકરો દંડ વસુલ કરશે.


Google NewsGoogle News