Get The App

ગુજરાતના પોલીસ વડા તરીકે 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની કાયમી નિમણૂંક

આશિષ ભાટિયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ DGP બનાવવામાં આવ્યા હતાં

Updated: Mar 1st, 2023


Google NewsGoogle News
ગુજરાતના પોલીસ વડા તરીકે 1989 બેચના IPS અધિકારી વિકાસ સહાયની કાયમી નિમણૂંક 1 - image



ગાંધીનગર, 1 માર્ચ 2023 બુધવાર

ગુજરાતના નવા પોલીસ વડા આશિષ ભાટીયા 31 જાન્યુઆરીએ નિવૃત્ત થયાં છે. ત્યારે નવા ઈન્ચાર્જ પોલીસ વડા તરીકે 1989 બેચના IPSઅધિકારી વિકાસ સહાયને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. હવે આજે વિકાસ સહાયને રાજ્યના પોલીસ વડા તરીકે કાયમી નિમણૂંક કરવામાં આવી છે. અગાઉ નવા DGP માટે 3 IPSઅધિકારીઓ રેસમાં હતા. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ, વિકાસ સહાય અને અજય તોમરના નામની ચર્ચા હતી. જેમાં આખરે વિકાસ સહાય હવે ગુજરાતના નવા DGP બન્યાં છે. 

વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી
વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે અને તેમણે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી “રક્ષા શક્તિ યુનિવર્સિટી”ની સ્થાપના માટે કરવામાં આવી હતી. 

31 જાન્યુઆરીએ આશિષ ભાટીયા નિવૃત્ત થયા હતાં
અગાઉ વિજય રૂપાણીની સરકાર વખતે પેપરલીકને કારણે ભરતી બોર્ડના ચેરમેન વિકાસ સહાય સાઈડલાઈન થઈ ગયા હતા. હવે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં વિકાસ સહાય ફરી સાઈડમાંથી મેઈન જગ્યા ઉપર આવ્યા છે. આશિષ ભાટીયાની નિવૃત્તિ બાદ વિકાસ સહાયને ઈન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપાઈ હતી. પરંતુ હવે તેઓ રાજ્યના કાયમી DGP બન્યાં છે. 


Google NewsGoogle News