સાઇબર ક્રાઇમ ટોળકીનો નવો નુસ્ખો :"મોદી વિન ધમાકા"ના નામે માત્ર રૂ.999માં મોંઘાદાટ મોબાઈલ વેચવાનો વિડીયો વાયરલ
Vadodara Cyber Fraud : મોદી વિન ધમાકા ઓફર સાથે સાયબર માફિયાઓએ નાણાં પડવાના ઇરાદે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં મૂકીને લાલચુ લોકોને સસ્તા ભાવે મોંઘા મોબાઈલ ફોન અને બાઈક સામે બાઈકની ઓફર મૂકીને નાણાં પડાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને પણ સાયબર માફિયાઓએ 'મોદી વિન ધમાકા'ના નામે ઠગાઈની નવી રીત શોધી કાઢી છે. ઓનલાઇન વેચાણ કરતી વિવિધ ઓનલાઇન શોપિંગ કરતી સંસ્થાઓના નામથી વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે. જેમાં મોંઘા ભાવના ફોન માત્ર રૂપિયા 999ની ઓફર કરી છે. આ ઉપરાંત બાઈક સામે બાઈક જેવી તથા અન્ય કેટલીક લાલચ આપતી સ્કીમો પણ આ ધમાકા ઓફરમાં રજૂ કરવામાં આવી છે. જોકે સાયબર ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે જરૂર મદદ કરતી હોય છે પરંતુ ફરિયાદ નોંધાયા બાદ મદદ શક્ય બને છે. લોભી લાલચુ ગ્રાહક જો કોઈ ચોક્કસ લિંક ઓપન કરે તો ગણતરીની મિનિટોમાં જ તેનું બેંક એકાઉન્ટ સાફ થઈ જાય છે અથવા તો મોબાઈલ હેન્ગ થઈ જાય છે. જેથી કોઈપણ લિંકની ચકાસણી વગર ક્યારેય ખોલવી નહીં તેવી સાયબર ક્રાઇમ એક્સપર્ટ નીતિન શ્રીમાળીએ જણાવ્યું છે.