VIDEO : જંગલનો રાજા અચાનક જ રોડ પર આવ્યો, રાહદારીઓના શ્વાસ થંભી ગયા, નાસભાગ મચી
Image Social Media |
The king of the jungle came on the road : ઈન્ટરનેટ પર સિંહના શિકાર કરતાં તેમજ હુમલાના ઘણાં વીડિયો વાયરલ થતા જોવા મળતા હોય છે. સ્વાભાવિક છે કે, લોકોને આવા વીડિયોમાં રસ પણ હોય છે, તેથી જ તેઓ સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ્સમાં સામે આવી જાય છે. પરંતુ હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, કે જેને જોયા પછી તમારા શરીરના રુંવાડા ઉભા થઈ જશે. હાલમાં આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે.
આ વીડિયોમાં જંગલનો રાજા રોડ પર ફરતો જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે, કે જ્યારે સિંહ રસ્તા પર હતો તે ત્યારે બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ રસ્તા પર મૌજુદ હતા. આ ભયાનક નજારો જોઈને ત્યાં ઉભેલા લોકોની હાલત ડરના કારણે ખરાબ થઈ ગઈ હતી. આ વીડિયોને ઈન્સ્ટા પેજ @wildtrails.in નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. જેમાં અવારનવાર વાઇલ્ડ લાઇફ સાથે જોડાયેલા વીડિયો શેર કરવામાં આવતા રહે છે.
થોડીક સેકન્ડનો આ વીડિયો ગુજરાતના ગીરના એક ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જેમાં સિંહ ભીડવાળા રસ્તા પર પોતાના અંદાજમાં ચાલતો જોવા મળી રહ્યો છે. સિંહને જોઈને ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને પોતાને બચાવવા માટે રસ્તો છોડી આમ-તેમ દોડી રહ્યા છે. અફડા- તફડીનો એવો માહોલ માહોલ હતો કે, લોકો રોડ પર બાઇક પાર્ક કરીને સિંહની પાછળ ઉભા રહી ગયા હતા. સિંહ કોઈ પણ હલચલ વગર રસ્તા પર ચુપચાપ ચાલતો જોવા મળે છે.
ગુજરાતના રસ્તા પર કેવી રીતે આવી જાય છે સિંહ
ગુજરાતનો ગીર પ્રદેશ એશિયાટિક સિંહોનું એકમાત્ર પ્રાકૃતિક ઘર છે. ગીર નેશનલ પાર્ક માટે જાણીતું છે. આ જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં આશરે 1,412 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. અહીં સિંહ, દીપડા, હરણ, નીલગાય, ચિંકારા, સાંભર ઉપરાંત 300 થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે.
ગુજરાતના ગીર વિસ્તારોમાં સિંહો વારંવાર રસ્તા પર જોવા મળે છે, તેની પાછળનું કારણ કે જંગલ અને રહેણાંક વિસ્તારો વચ્ચેનું અંતર ઓછું છે. સિંહો ખોરાક અને પાણીની શોધમાં ગામડાઓ અને રસ્તા પર આવી જાય છે, ખાસ કરીને વરસાદ અને પાણી ભરાઈ જાય ત્યારે આવું બનતું હોય છે. સિંહોના કુદરતી રહેઠાણમાં વધતી જતી માનવ પ્રવૃત્તિઓને કારણે સિંહો માનવ વસાહતની નજીક આવી જાય છે.