પોરબંદરના વકીલનો દરિયા કિનારે દારૂની બોટલ સાથેનો વીડિયો વાઈરલ થતાં વિવાદ
liquor in Porbandar: ગુજરાતમાં દારૂબંધી હોવા છતા ઠેરઠેર દારૂનું વેચાણ થતું હોવાના રોજે રોજ કિસ્સા સામે આવે છે. ત્યારે ગાંધી જન્મભૂમિ એટલે પોરબંદરથી ચોંકાવનારો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ દરિયા કિનારે દારૂની બોટલ સાથે રાખી પાર્ટી પ્લોટ અંગે મહિતી આપી રહ્યો છે. આ ઘટનાને લઈને LCBએ શરૂ કરી તપાસ છે.
ગુજરાતમાં દારૂબંધીને લઈને સવાલો ઊભા થયા
મળતી માહિતી અનુસાર, પોરબંદરમાં રહેતા જગદીશ મોતીવરસ નામના વકીલે દરિયા કિનારે પોતાના પાર્ટી પ્લોટમાં ઊભીને નવા પાર્ટી પ્લોટ અંગે માહિતી આપી હતી. જેમાં તે દરિયા કિનારો, પાર્ટી પ્લોટમાં રાજસ્થાનની રેતી અને સનસેટ પોઇન્ટ સહિતની વિગત આપી દારૂની બોટલ હાથમાં રાખીને વીડિયો બનાવ્યો હતો. આ વીડિયો વાઈરલ થતા ભારે ચકચાર જાગી છે.
ગાંધીના ગુજરાતમાં દારૂબંધી સામે અવાર નવનાર સવાલ ઊભા થતા હોય છે. અગાઉ માંડવીના રમણિય બીચ પર એક્ટિવા સ્કૂટર પાસે ઊભા રહીને દારૂ-બિયરની બોટલો મૂકી બૂમો પાડીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતાં હતા. બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો, શું કર્યું.. આવો આવો દારૂ લઈ લો, શાકભાજીની જેમ દારૂ વેચતાં યુવકનો વીડિયો સોશીયલ મીડિયા પર વાઈરલ થયો હતો.