મહુધાના ના.મામલતદારે અપક્ષ ઉમેદવાર પત્નીનો પ્રચાર કર્યાનો વીડિયો વાઈરલ
- શુભેચ્છાની માત્ર આપ-લે થઈ હતી : ના.મામલતદાર માનવેન્દ્ર ભટ્ટાચાર્ય
- તપાસના અહેવાલ બાદ બિનઅધિકૃતતા સ્થાપિત થશે તો કાર્યવાહી કરાશે : ચૂંટણી અધિકારી
ચૂંટણીના મતદાન મથકે નાયબ મામલતદાર તેમની પત્નીના પ્રચારમાં જોડાયા હતા. આ બાબતે જિલ્લા ચૂંટણી અધિકારીને મૌખિક રજુઆત કરી હતી. જે મામલે મહેમદાવાદ નગરપાલિકાના ચૂંટણી અધિકારી અક્ષય પારઘીએ જણાવ્યું કે, અમને મૌખિક ફરિયાદ મળી છે અને જેના આધારે અમે ઝોનલ અધિકારીને તપાસ અર્થે મોકલ્યા છે. અહેવાલ મળશે અને કોઈ બિનઅધિકૃતતા સ્થાપિત થશે તો કાર્યવાહી કરાશે.
બીજીતરફ નાયબ મામલતદાર માનવેન્દ્ર ભટ્ટાચાર્ય પોતાના બચાવ કરતા જણાવ્યું કે, હું, પોતે તે સ્થળ ઉપર મત આપવા ગયો હતો. દરમિયાન સામાજિક શુભેચ્છાની આપ-લે થઈ હતી. જોકે તે સમયે મશીન ખોટકાતા એક ભયનો માહોલ ઊભો થયો હતો. જેથી મેં મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો જે કંઈ આક્ષેપો થયા છે તે સદંતર ખોટા છે. મેં કોઈના તરફેણમાં પ્રચાર કર્યો નથી.