Get The App

ગોરવામાં રૂપિયા બાબતે જાહેરમાં ફેટમબાજી કરતા બે યુવકોનો વિડીયો વાયરલ, બંનેની અટકાયત

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
ગોરવામાં રૂપિયા બાબતે જાહેરમાં ફેટમબાજી કરતા બે યુવકોનો વિડીયો વાયરલ, બંનેની અટકાયત 1 - image


Vadodara Crime : વડોદરાના ગોરવા વિસ્તારમાં જાહેરમાં ફેટમબાજી કરી લોક ટોળા ભેગા કરનાર બે યુવકોનો વિડીયો વાયરલ થયો હતો. પોલીસે બંનેને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી. 

ગોરવા આઈટીઆઈ પાસે ગઈ મોડી રાત્રે બે યુવકો વચ્ચે રૂપિયાની લેવડદેવડ બાબતે બોલાચાલી થતા જાહેરમાં અપશબ્દો ઉચ્ચારી છુટાહાથની મારામારી કરતા હતા. જેથી બનાવના સ્થળે ટોળું ભેગું થયું હતું. 

ગોરવામાં રૂપિયા બાબતે જાહેરમાં ફેટમબાજી કરતા બે યુવકોનો વિડીયો વાયરલ, બંનેની અટકાયત 2 - image

ગોરવા પોલીસે બનાવવા અંગે સ્થળ પરથી સોહીલ યશવંતસિંહ રાઠોડ (મધુનગર,ગોરવા) અને આસિફ રહીમભાઈ ઘોરી (સમશેર નગર, મધુ નગર પાસે,ગોરવા) ની અટકાયત કરી હતી. પોલીસ સ્ટેશનમાં બંને જણા હાથ જોડીને માફી માંગતા નજરે પડ્યા હતા.


Google NewsGoogle News