જામનગરમાં સંત રામપાલજી લિખિત વેદ પુરાણથી વિરુદ્ધનું લખાણવાળા પુસ્તકનું વેચાણ કરાતા VHPની ફરિયાદ
Jamnagar : જામનગર શહેરમાં હિંદુ દેવી દેવતાઓ અંગે સત્યથી અને વેદ પુરાણથી વિરુદ્ધ લખાણ થયેલ પુસ્તકોનું વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ અમુક ભાઇઓ અને બહેનોને પોલીસે સ્ટેશન લઈ જઈ તેમની સામે પોલીસમાં ફરિયાદ કરી હતી.
જામનગરમાં રહેતા અને વિહિપમાં વિભાગ અધક્ષ તરીકે સેવા આપતા ભરતભાઇ ડાંગરીયા રવિવારે સવારે પોતાના કારખાને હતા ત્યાર કિંજલભાઈ કારસરીયાનો ફોન આવ્યો હતો કે, પટેલ પાર્ક આસપાસના વિસ્તારોમાં મહિલાઓ અને પુરુષો વિસ્તારમાં અલગ-અલગ "સંત રામપાલજી" દ્વારા લીખીત બુકો વેચાંણ કરતા હતા. જેથી સ્થાનિકો એકત્ર થઇને વિરોધ કરી રહ્યા છે. તેમ વાત કરતા ભરતભાઈ ડાંગરીયા ત્યાં પહોંચ્યા હતા. બુક વિતરણ કરતા જ્યોતિબેન નવિનકુમર (રહે ઇનકમ ટેક્સ કોલોની, રાજપાર્ક, ગુલાબનગર જામનગર) અને તેના સાથીઓ હોવાનું જાણવા મળ્યું હતું. જેની પાસે રહેલ પુસ્તકો તપાસતા "જ્ઞાન ગંગા" નામનુ પુસ્તક " સંત રામપાલજી મહારાજ" લીખીત પુસ્તક હતું. અને પ્રકાશન સતલોક આશ્રમ હરીયાણા દ્વારા પ્રકાશીત કરાયેલ હોવાનું જોવા મળ્યું હતું. જેમાં બુકના અલગ-અલગ પેજ ઉપર ભગવાન શીવ, રામ તથા કૃષ્ણ સહીતના હિંદુ દેવી-દેવતાઓને લઇને સત્યથી અળગુ અને વેદ-પુરાણથી વિરુધ્ધ ઉલ્લેખ કરાયેલ હોય જેથી હિંદુઓની આસ્થા અને લાગણીઓ ને ઠેસ પહોચે તે પ્રકારના પુસ્તકો જાહેરમાં ઘરે-ઘરે જઇને વેંચાણ કરતા હતા. જેથી સ્થાનિક લોકોએ પણ તેમનો આક્રોસ દર્શાવ્યો હતો.
આ દરમ્યાન તેઓએ જણાવ્યુ હતુ કે અમારા ગુલાબનગરના આશ્રમથી આ બુક વિતરણ માટે લઇ આવેલ છીએ બાદ આ અંગે પોલીસને જાણ કરવામા આવી હતી. તેમજ આ સાથે જ્ઞાન ગંગા નામની કુલ પાંચ બુક પોલીસ સમક્ષ રજુ કરવામાં આવી હતી. જે બુક બાબતે યોગ્ય/સઘન તપાસ કરવા માટે ભરતભાઈ ડાંગરિયાએ પોલીસમાં લેખિત ફરિયાદ અરજી કરતાં પોલીસે તપાસ શરૂ કરી છે.