Get The App

ગુજરાત વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને ભાજપના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
ગુજરાત વિધાનસભાના પૂર્વ ડેપ્યુટી સ્પીકર અને  ભાજપના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું નિધન 1 - image


Former MLA Shambhuji Thakor passed away: આજે વહેલી સવારે ગાંધીનગર દક્ષિણના પૂર્વ ધારાસભ્ય શંભુજી ઠાકોરનું આજે વહેલી સવારે નિધન થયું છે. 74 વર્ષીય ભાજપના પીઢ નેતા અને પૂર્વ ધારાસભ્ય લાંબા સમયથી બિમાર હતા. આ સમાચારથી ગુજરાતના રાજકારણમાં શોકનો માહોલ છવાયો છે.  મળતી માહિતી અનુસાર આજે સવારે ગાંધીનગરના સેક્ટર 27 ખાતે આવેલા તેમના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નિકળશે. 

ભાજપના પીઢ નેતા ગણાતા શંભુજી ઠાકોર 2007,2012 અને 2017 માં ગાંધીનગર દક્ષિણ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. શંભુજી ઠાકોર ગુજરાત વિધાનસભાનાં પૂર્વ ડેપ્યૂટી સ્પીકર પણ રહી ચૂક્યા છે.



Google NewsGoogle News