Get The App

બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા

Updated: Apr 2nd, 2025

GS TEAM


Google News
Google News
બોર્ડ પરીક્ષાના સીસીટીવી ફૂટેજની 3596 સીડીની ચકાસણી પૂરી, ગેરરીતિના વધુ 3 કેસ સામે આવ્યા 1 - image

image : Filephoto

Gujarat Board Exam : ગુજરાત બોર્ડની ધો.10 અને ધો.2ની પરીક્ષાઓ પૂરી થતાની સાથે જ વડોદરા ડીઈઓ કચેરી દ્વારા પરીક્ષાના સીસીટીવી ફૂટેજની ચકાસણી શરુ કરાઈ હતી. આ કામગીરી પૂરી થઈ ગઈ છે અને સીસીટીવીની સીડીની ચકાસણીમાં પરીક્ષામાં ગેરરીતિના ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે.

મળતી વિગતો પ્રમાણે સીસીટીવીના ફૂટેજની સીડીઓની ચકાસણી માટે ડીઈઓ કચેરી દ્વારા 60 શિક્ષકોની એક ટીમ બનાવવામાં આવી હતી. બે કોમ્પ્યુટર લેબોરેટરીમાં 31 દિવસ સુધી સીડીની ચકાસણી થઈ હતી અને આ દરમિયાનમાં શિક્ષકોએ ધો.10ની પરીક્ષાની 2226 સીડી અને ધો.12ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાની 1370 સીડીની ચકાસણી કરી હતી.

 ડીઈઓ કચેરીના સૂત્રોના કહેવા પ્રમાણે આ ચકાસણીમાં ધો.10માં એક અને ધો.12ના વિજ્ઞાન પ્રવાહમાં તથા સામાન્ય પ્રવાહમાં શંકાસ્પદ ગેરરીતિના એક-એક કેસ એમ કુલ ત્રણ કેસ સામે આવ્યા છે. આ વિદ્યાર્થીઓ કાપલીમાંથી લખતા હોવાનું ફૂટેજમાં દેખાયું હતું.તેમની સુનાવણી પણ તા.1 એપ્રિલ, મંગળવારે હાથ ધરવામાં આવી હતી. જેનો અહેવાલ બોર્ડને મોકલી આપવામાં આવ્યો છે. બોર્ડની સૂચના પ્રમાણે આગળની કાર્યવાહી થશે.

Tags :