22 ફેબુ્રઆરીએ વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન દોડશે
- મંગળવારથી બૂકિંગનો પ્રારંભ થશે
- બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન 24 ફેબુ્રઆરીએ દોડશે : ટ્રેન બન્ને દિશામાં વિવિધ સ્ટેશન પર ઉભી રહેશે
ભાવનગર ડિવિઝનના સિનિયર ડીસીએમ માશૂક અહમદના જણાવ્યા અનુસાર ટ્રેન નંબર ૦૯૫૯૧ વેરાવળ-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ ૨૨ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ વેરાવળથી ૨૨.૨૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે ૧૪.૪૫ કલાકે બનારસ પહોંચશે. તેવી જ રીતે, ૨૪ ફેબુ્રઆરી, ૨૦૨૫ના રોજ ટ્રેન નંબર ૦૯૫૯૨ બનારસ-વેરાવળ મહાકુંભ મેળા સ્પેશિયલ બનારસથી ૧૯.૩૦ કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે વેરાવળ ૦૯.૦૦ કલાકે પહોંચશે. આ ટ્રેન દોડશે.
આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાણી, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, બાંદીકુઇ, ભરતપુર, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર ૦૯૫૯૧ માટે બુકિંગ ૨૪મી ડિસેમ્બરને મંગળવારથી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરુ થશે.