રાજસ્થાનથી ડીસા અમદાવાદ જતા વાહનોને એરોમા સર્કલથી પ્રવેશબંધી, પાલનપુરમાં ટ્રાફિક નિયમન માટે જાહેરનામું
Entry Close on Aroma Circle: પાલનપુરમાં એરોમા સકલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં વકરેલી ટ્રાફિકની સમસ્યાને ધો. 10 અને 12ના વિદ્યાર્થીઓને નડતરરૂપ ના થાય તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આબુરોડ તરફથી આવતા ભારે વાહનો માટે ડ્રાઈવર્ઝન આપતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં આબુરોડ તરફથી આવતા ભારે વાહનોને ચિત્રાસણીથી વાયા વાઘરોળ ચોકડીથી ચંડીસર અને અને અમદાવાદ તરફ જતા વાહનોને આરટીઓ બ્રિજથી લાલાવાડા, જગાણા માર્ગે ડ્રાઈવર્ટ કરવામાં આવ્યા છે.
પાલનપુરના ટ્રાફિકની સમસ્યાને દિન પ્રતિદિન વકરી રહી છે કેટલીક વાર એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી સેવાઓ અટવાઈ પડતાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે. એરોમા સર્કલ અને હનુમાન ટેકરી પર ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર આંદોલન અને ઉગ્ર રજૂઆતો કરવામાં આવી છે. છતાં ટ્રાફિકની પ્રશ્ન ઠેર નો ઠેર રહ્યો છે.
ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા નજીકમાં છે. ત્યારે બહારગામથી આવતા તેમજ શહેરના પરીક્ષાર્થીઓને ટ્રાફિકનો સમસ્યા નડતરરૂપ ના બને તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આબુરોડ હાઇવે વાયા પાલનપુર થઈને ડીસા તેમજ અમદાવાદ તરફ જતા વાહનો માટે ડ્રાઈવર્ઝન અપાયુ છે. 24 ફેબ્રુઆરીથી 13 માર્ચ 2025 સુધી આબુરોડથી ડીસા તરફ જતા ભારે વાહનોને વાયા ચિત્રાસણી, વાઘરોળ ચોકડીથી ચંડીસર તરફ વાળવામાં આવશે.
જાહેરનામું અમલીકરણમાં સુધારો જરૂરી : ટ્રાફિક નિવારણ સમિતિ
આ મામલે શહેરના અગ્રણી નાગરિક અને ટ્રાફિક નિવારણ સમિતિ ના પ્રવક્તા જગદીશભાઈ ચૌધરીએ, જાહેરનામામાં નવો સુધારો કરવા પર ભાર મૂક્યો છે. તેઓએ જણાવ્યું હતું કે દિલ્હી, એમપી તથા રાજસ્થાન તથા પંજાબ તરફથી આવતા હજારો વાહનો આબુરોડથી એરોમા સર્કલ થઈ અમદાવાદ તરફ જાય છે. જેને ડાયવર્ઝન અપાયું છે. આ વાહનો હવે ધનિયાણા ચોકડીથી જગાણાથી અમદાવાદ જશે.
જોકે મુંબઈ ગોવા સુરત, વડોદરા, અમદાવાદ તરફથી પાલનપુર એરોમા ડીસા રાણીવાડા સાચોર વાવ થરાદ તરફ જતા તેમજ રાજસ્થાન, આબુરોડ પંજાબ, દિલ્હી, તરફ અમદાવાદ થી જતા વાહનો ને કયા રૂટ પર ડાયવર્ઝન અપાયું છે. તેઓ કોઈ સ્પષ્ટ આદેશ જિલ્લા કલેક્ટરના જાહેરનામાં કરાવો નથી.