રતનપુર પાસેના ગોડાઉનમાં દારૂનો જથ્થો ઉતારવા આવેલી ગાડી ઝડપાઈ : કુલ 27.68 લાખનો મુદ્દામાલ કબજે
image : Freepik
Vadodara Liquor Smuggling : વડોદરા-ડભોઇ સ્ટેટ હાઇવે પર આવેલા રતનપુર ગામના નામચીન બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલે મંગાવેલો દારૂ અને બિયરનો મોટો જથ્થો વરણામા પોલીસે ઝડપી પાડ્યો હતો.
રતનપુર ગામની સીમમાં જીલ એસ્ટેટમાં આવેલા એક ગોડાઉનમાં અશોક લેલન ગાડી દારૂનો જથ્થો ભરીને આવેલી છે તેવી માહિતીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો અને 17.68 લાખ કિંમતની દારૂ-બિયરની બોટલો અને ટીન સહિત કુલ 27.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બુટલેગર રાકેશ ઉર્ફે લાલો અને અશોક લેલન ગાડીનો ચાલક ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે પોલીસે બંનેની શોધખોળ હાથ ધરી છે.