Get The App

જામનગરમાં વાહન ચોર ટોળકી તેમજ મોબાઇલ ચોર ટોળકી સક્રિય બની : એક બાઈક અને એક મોબાઈલ ચોરીની ફરિયાદ

Updated: Feb 21st, 2025


Google NewsGoogle News
જામનગરમાં વાહન ચોર ટોળકી તેમજ મોબાઇલ ચોર ટોળકી સક્રિય બની : એક બાઈક અને એક મોબાઈલ ચોરીની ફરિયાદ 1 - image


Jamnagar Theft Case : જામનગર શહેરમાં વાહન ચોર ટોળકી તેમજ મોબાઇલ ચોર ટોળકી સક્રિય બની છે, અને શહેરમાંથી એક બાઈક તથા એક મોબાઈલની ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો કરણ કાનાભાઈ ભાદરકા નામનો 24 વર્ષનો યુવાન જામનગરમાં સમર્પણ સર્કલ પાસે આવ્યો હતો. તેણે પોતાના બાઈકની ટાંકી ઉપર પોતાનો મોબાઇલ ફોન રાખ્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો તેમનો મોબાઇલ ફોન ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા હસમુખભાઈ કરસનભાઈ દાવડા નામના વેપારીએ દરબારગઢ સર્કલમાં પોતાની દુકાનની બહાર પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ. ડિવિઝન પોલીસ મથકના નોંધાવી છે.


Google NewsGoogle News