વાહનની ચોરી કરતી ટોળકી સક્રિય : ટ્રક અને બાઇકની ચોરી
તસ્કરો છત્રાલમાં ઘર આંગણે પડેલી ટ્રક અને કલોલ હાઇવે ઉપરથી બાઈકની ઉઠાંતરી કરી ફરાર
કલોલ : કલોલ શહેર અને આસપાસના ગામડાઓમાં વાહન ચોરાઈ જવાના બનાવો બની રહ્યા છે ત્યારે છત્રાલમાં ઘર આંગણે પાર્ક કરેલ ૪૦૭ ટ્રકની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા અને કલોલ હાઇવે ઉપરથી બાઈકની ચોરી કરીને તસ્કરો ભાગી છુટયા હતા બંને બનાવા અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના છત્રાલ ગામે રહેતા
સંદીપભાઈ મંગળભાઈ પટેલે પોતાનો ૪૦૭ ટ્રક
કિંમત રૃપિયા એક લાખનું ઘર આંગણે પાર્ક કરેલ હતું ત્યારે કોઈ તસ્કરો તેમનો
ટ્રક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા વાહન ચોરીના બીજા બનાવવામાં હાઇવે ઉપર આવેલ
લોપીનો પીઝામાં યુવકો પીઝા ખાવા માટે ગયા હતા જ્યાં તેમણે પોતાનું બાઈક બહાર પાર્ક કર્યું હતું ત્યારે કોઈ તસ્કરો
તેમનું બાઈક ચોરી કરીને ફરાર થઈ ગયા હતા બાઇક ચોરી અંગે કેતનકુમાર ભરતભાઈ મહેતાએ
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.