Get The App

જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસ ઉજવણી કરાઈ

Updated: Dec 27th, 2024


Google NewsGoogle News
જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસ ઉજવણી કરાઈ 1 - image


જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, અને વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ગઈકાલે રાત્રે યોજાયેલા કીર્તન ના કાર્યક્રમના જામનગરના ધારાસભ્ય, મેયર તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો જોડાયા હતા.

જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસ ઉજવણી કરાઈ 2 - image

જામનગરના ગુરુદ્વારા ગુરુસીંઘ સભામાં ગઈકાલે વીર બાળ દિવસની ઉજવણી કરવામા આવી હતી. અને દિવસ દરમિયાન અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસ ઉજવણી કરાઈ 3 - image

દરમિયાન ગઈકાલે રાત્રિના ૮.૦૦ વાગ્યાથી ૯.૩૦ સુધી કીર્તનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં જામનગરના ૭૮ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજા, જામનગર ના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઇ ભાટુ અને વિજયસિંહ જેઠવા, કોર્પોરેટર કુસુમબેન પંડ્યા, ધીરેનભાઈ મોનાણી, શિક્ષણ સમિતિ ના ચેરમેન પ્રકાશભાઈ કાકનાણી તેમજ શહેર ભાજપના અન્ય હોદ્દેદારો- કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અને કીર્તન કર્યું હતું.

જામનગરના ગુરુદ્વારા સિંગ સભામાં ગઈકાલે વીર બાળ દિવસ ઉજવણી કરાઈ 4 - image

સત્ય ધર્મ અને સંસ્કૃતિની રક્ષા કાજે પોતાના પ્રાણી આપનારા ગુરુ ગોવિંદસિંઘજીના પુત્ર સાહીબજાદા જોરાવરસિંઘજી અને ફતેસિંઘજી ના બલિદાન દિવસ ને વીર બાળ દિવસ તરીકે ઉજવવા માટેનું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આહવાન કર્યું હતું, તે અનુસાર ગઈકાલે શહેર ભાજપના અગ્રણીઓ વીર બાળ દિવસની ઉજવણીમાં કીર્તન ના કાર્યક્રમમાં જોડાયા હતા.


Google NewsGoogle News