Get The App

વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ બનશે નવો તાલુકો? શંકર ચૌધરીનું મોટું નિવેદન

Updated: Feb 9th, 2025


Google NewsGoogle News
વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ બનશે નવો તાલુકો? શંકર ચૌધરીનું મોટું નિવેદન 1 - image


Tharad News : ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાને લઈને 1 જાન્યુઆરી, 2025ના રોજ રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં જાહેરાત કરવામાં આવી હતી. કેબિનેટની બેઠકમાં ચર્ચા વિચારણા બાદ બનાસકાંઠા જિલ્લાના વિભાજન કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો. જેમાં નવા વાવ-થરાદ જિલ્લાનું મુખ્ય મથક થરાદ રહેશે. જ્યારે થરાદના કીયાલ ગામ ખાતે લોકોને સંબોધિત કરતી વખતે શંકર ચૌધરીએ મોટું નિવેદન આપ્યું હતું અને વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના સંકેત આપ્યા હતા.

શંકર ચૌધરીએ શું કહ્યું? 

રાજ્ય સરકારે નવા વર્ષની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવવાની જાહેરાત કરીને વાવ-થરાદને નવા જિલ્લો જાહેર કરાયો હતો. જેને લઈને શંકર ચૌધરીએ થરાદના કીયાલ ગામ ખાતે નિવેદન આપ્યું હતું. જેમાં વાવ-થરાદ જિલ્લો બન્યા બાદ રાહ તાલુકો પણ બનાવવાના શંકર ચૌધરીએ સંકેત આપતાં તેમણે જણાવ્યું કે, 'આવનાર પેઢીના વિકાસ માટે ચર્ચા વિચારણા બાદ નિર્ણય લેવામાં આવશે અને કીયાલ ગામ નજીક જ તાલુકો પણ તમારા નજીક કરીશું.'

આ પણ વાંચો: ફેબ્રુઆરીના અંત સુધી ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેવાની આગાહી, આ 5 જિલ્લામાં પડી શકે છે માવઠું

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પદાધિકારીઓ અને પ્રજાજનોની વર્ષો જુની માંગણી સકારાત્મક પ્રતિસાદ સાથે સંતોષતા હાલના બનાસકાંઠા જિલ્લામાંથી નવો વાવ-થરાદ જિલ્લો બનાવવાની 1 જાન્યુઆરી, 2025ના રોજ જાહેરાત કરી હતી. હાલનો બનાસકાંઠા જિલ્લો રાજયમાં તાલુકાઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ 14 તાલુકાઓ ધરાવે છે એટલું જ નહી વિસ્તારની દ્રષ્ટિએ પણ બીજા ક્રમનો જિલ્લો છે. મુખ્યમંત્રીએ વસ્તી, વિસ્તાર અને તાલુકાઓનું ભારણ ઘટે અને લોકોને સરકારી સવલતો વધુ સુગમતાથી મળી રહે તે માટે વિશાળ જનહિતમાં આ બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લાઓ વાવ-થરાદ અને બનાસકાંઠા નામે બનશે. 

વાવ-થરાદમાં આ 8 તાલુકાનો સમાવેશ

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે બનાસકાંઠા જિલ્લાના વિભાજન બાદ નવા રચાનારા વાવ-થરાદ જિલ્લા અંગેની વિગતો આપતા કહ્યું કે,  'હાલ આ જિલ્લાના 14 તાલુકાઓમાંથી નવા બનનાર વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ 8 તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.'

આ પણ વાંચો: બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત, થરાદ હેડક્વાર્ટર રહેશે

બનાસકાંઠામાં આ 6 તાલુકાનો સમાવેશ 

બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા એમ કુલ 6 તાલુકાઓ તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો સમાવેશ થશે. 


Google NewsGoogle News