Get The App

વાવ બેઠકની પેટા ચૂંટણીના વિજેતા સ્વરૂપજી ઠાકોર, આગામી સપ્તાહે લેશે ધારાસભ્ય પદના શપથ

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
વાવ બેઠકની પેટા ચૂંટણીના વિજેતા સ્વરૂપજી ઠાકોર, આગામી સપ્તાહે લેશે ધારાસભ્ય પદના શપથ 1 - image


Vav Seat In Banaskantha: બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ 23મી નવેમ્બરે જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો બે હજાર વધુ મતોથી વિજય થયો છે. સ્વરૂપજી ઠાકોર ધારાસભ્ય તરીકેના શપથ આગામી સપ્તાહે લે તેવી શક્યતા છે. સ્વરૂપજીએ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પાસે શપથ ગ્રહણ માટે સમય માગ્યો હતો, અધ્યક્ષે નવ અથવા 10  ડિસેમ્બર એમ બે તારીખ આપી છે.   

વાવમાં ભાજપનું કમળ ખીલ્યું

23મી નવેમ્બરે વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 24માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,129 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,436 મતથી વિજય થયો હતો.

આ પણ વાંચો: અંકલેશ્વર GIDCમાં મોટી દુર્ઘટના, કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા વખતે બ્લાસ્ટ થતા 4નાં મોત


ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

વાવ બેઠકની પેટા ચૂંટણીના વિજેતા સ્વરૂપજી ઠાકોર, આગામી સપ્તાહે લેશે ધારાસભ્ય પદના શપથ 2 - image


Google NewsGoogle News