Get The App

વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત

Updated: Nov 23rd, 2024


Google NewsGoogle News
વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત 1 - image


Gujarat Vav By-Election Results 2024: બનાસકાંઠાની વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં કોંગ્રેસને સૌથી મોટો ઝટકો લાગ્યો છે. વાવ વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે. ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2436 મતોથી વિજય થયો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો હતો અને કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતનો પરાજય થયો હતો.

વાવમાં ભાજપનું કમળ ખીલ્યું

વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 24માં રાઉન્ડના અંતે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,129 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,436 મતથી વિજય થયો છે. નોંધનીય છે કે નોટામાં પણ 3358  મત પડ્યા છે.

ગત લોકસભા ચૂંટણીમાં ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા બેઠક પરથી જીત મેળવી હતી, જેને લઈને વાવ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી. વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂત, ભાજપે સ્વરૂપજી ઠાકોર અને અપક્ષમાંથી માવજી પટેલે ચૂંટણી લડી હતી. આ ત્રિપાંખિયો જંગ સમગ્ર રાજ્યમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. ટિકિટ ના મળતા નારાજ માવજી પટેલ અપક્ષમાંથી ઉતર્યા બીજી તરફ ગુલાબસિંહ રાજપૂત માટે ગેનીબેને ચૂંટણી રેલીઓ યોજી હતી. જ્યારે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપે પણ તનતોડ મહેનત કરી હતી.

વર્ષ 2022માં ગેનીબેન સામે ચૂંટણી લડ્યા હતા સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

ઠાકોર સમાજના અગ્રણી છે સ્વરૂપજી

સ્વરૂપજી ઠાકોર વાવ તાલુકાના બીયોક ગામના રહેવાસી છે. તેઓ ઠાકોર સેનાના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સ્વરૂપજી ઠાકોર વર્ષ 2019માં બનાસકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને 48,634 મત મળ્યા હતા.

વાવ પેટા ચૂંટણીના એક થી 24 રાઉન્ડ સુધીની મતગણતરી

• ગુજરાતના બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 24મો રાઉન્ડ પણ પૂરો થઈ ચૂક્યો છે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 92,129 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,693 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,183 મત મળ્યા છે. ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનો 2,436 મતથી વિજય થયો છે.

• બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીનો 23મો રાઉન્ડ પણ પૂરો થઈ ચૂક્યો છે. જેમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરને 91,755 મત, કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને 89,402 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 27,173 મત મળ્યા છે.

• વાવ પેટા ચૂંટણીની મત ગણતરીમાં એક જ રાઉન્ડ બાકી જ્યો છે. ભાજપ 22મા રાઉન્ડમાં 800 મતથી આગળ ચાલી રહ્યા છે. 

• બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરીના 21માં રાઉન્ડ પૂર્ણ થયો છે. કોંગ્રેસને 83,589 મત, ભાજપને 82,912 મત અને અપક્ષના માવજી પટેલને 21074 મત મળ્યા છે. ભાજપ 727 મતથી પાછળ છે.

• 23 રાઉન્ડની મતગણતરી છે હાલમાં 20મો રાઉન્ડ પુરો થયો છે. 15મા રાઉન્ડ બાદ કોંગ્રેસની લીડમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. ભાજપે છેલ્લા 5 રાઉન્ડમાં સારું પ્રદર્શન કરતાં લીડમાં ઘટાડો કર્યો છે. 20મા રાઉન્ડના અંતે ભાજપને 4641 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2528 મત મળ્યા છે. હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 3897 મતથી કોંગ્રેસ આગળ છે. 

• જેમ જેમ મતગણતરીનો રાઉન્ડ આગળ વધતો જાય છે તેમ તેમ કોંગ્રેસની લીડ કપાતી જાય છે. 19માં રાઉન્ડના અંતે ભાજપને 4559 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2336 મત મળ્યા છે. હવે કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 6010 મતથી આગળ છે. 19મા રાઉન્ડના અંતે ભાજપે 2223 મતની લીડ કાપી છે. 

• મતગણતરીના 18માં રાઉન્ડના અંતે ભાજપને 4966 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસને 2735 મળ્યા છે. ભાજપે કોંગ્રેસની 2131 મતોની લીડ કાપી છે. હાલ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 8233 મતથી આગળ છે. 

• વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતગતરીનો 17મો રાઉન્ડ પુરો થઇ ગયો છે. 17માં રાઉન્ડમાં ભાજપે કોંગ્રેસની લીડ કાપી છે. કોંગ્રેસને 73430 તો ભાજપને 63006 મત મળ્યાં છે. કોંગ્રેસની 2133 મતોની લીડ કપાઇ છે. હાલ કોંગ્રેસ 10404થી આગળ છે. 

• બનાસકાંઠામાં વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરીનો 16મો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. જે મુજબ કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 70,455, ભાજપના સ્વરૂપજી ઠાકોરને 57,888 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 20, 074 મત મળ્યા છે. આમ, ભાજપ 12, 567 મતથી પાછળ છે.

• વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 15મો રાઉન્ડ પૂર્ણ થયો છે. કોંગ્રેસને 66, 897 મત, ભાજપને 53,312 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 19,667 મત મળ્યા છે.

• મત ગણતરીના 14માં રાઉન્ડના અંતે કોંગ્રેસને 63,493 મત મળ્યા છે. ભાજપને 49,391 મત અને માવજી પટેલને 18128 મત મળ્યા છે. 

• વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીના 13માં રાઉન્ડમાં કોંગ્રેસને 60, 362 મત, ભાજપને 46, 384 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 15, 927 મત મળ્યા છે. ભાજપ 13,978 મતથી પાછળ ચાલી રહી છે.

• મત ગણતરીનો 12મો રાઉન્ડ પૂર્ણ થતા કોંગ્રેસને 55, 451 મત મળ્યા છે. જ્યારે ભાજપને 42,444 મત અને માવજી પટેલને 14548 મત મળ્યા છે. હજુ પણ ભાજપ 13,007 મતથી પાછળ છે.

• વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીનો 11મો રાઉન્ડ પૂર્ણ થયો છે. જેમાં કોંગ્રેસને 51,724 મત, ભાજપને 38,910 મત અને માવજી પટેલને 13,583 મત મળ્યા છે. હાલ ભાજપ 12 હજાથી પણ વધુ મતથી પાછળ ચાલી રહી છે. 

• મત ગણતરીના 10મો રાઉન્ડ પૂર્ણ થયો. જેમાં કોંગ્રેસને 48, 253 મત, ભાજપને 35, 846 મત અને અપક્ષને11, 956 મત મળ્યા છે. 

• ગુજરાતના બનાસકાંઠાની વાવ પેટા ચૂંટણીમાં મત ગણતરીનો નવમો રાઉન્ડ પણ પૂરો થઈ ચૂક્યો છે. અત્યાર સુધીના વલણો પ્રમાણે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતને 44,958, ભાજપના સ્વરૂપજી ઠાકોરને 31,701 અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 10,822 મત મળ્યા છે. આમ, ભાજપ ઉમેદવાર 13 હજારથી પણ વધુ મતથી પાછળ ચાલી રહ્યા છે.

વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત 2 - image

• વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરીના આઠમાં રાઉન્ડના અંતે ભાજપને 3,310 મત, કોંગ્રેસને 4,531 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ 12,665 મતથી આગળ છે.

વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત 3 - image

• મત ગણતરીના સાતમાં રાઉન્ડ અંતે કોંગ્રેસને 36,157 મત, ભાજપને 24,713 મત અને અપક્ષના માવજી પટેલને 8,865 મત મળ્યા છે. કોંગ્રેસ 11,444 મતથી આગળ છે.

• વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની મત ગણતરી થઈ રહી છે. જેમાં કોંગ્રેસ ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યાં છે. આ દરમિયાન બનાસકાંઠાના કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસની જીત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

• સાતમાં રાઉન્ડના અંતે ભાજપને 2637 મત, કોંગ્રેસને 6470 મત મળ્યા છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ 11442 મતથી આગળ છે.

• મત ગણતરીના છઠ્ઠો રાઉન્ડ પૂર્ણ થયો છે. ત્યારે ભાજપને 22,072ને, કોંગ્રેસને 29,646 મત મળ્યા છે. આ સાથે કોંગ્રેસ 7610 મતથી આગળ છે. 

• વાવ પેટા ચૂંટણીના મત ગણતરીનો પાંચમો રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યો છે. કોંગ્રેસને 22, 298 મત, ભાજપને 19,677 મત અને અપક્ષને 7,518 મત મળ્યા છે. કોંગ્રેસ 2716 મતથી આગળ છે.

વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત 4 - image

• વાવ બેઠકની મત ગણતરીના ચાર રાઉન્ડ પૂર્ણ થઈ ચૂક્યા છે.  કોંગ્રેસ 16675 મત, ભાજપ 15266 મત અને અપક્ષ ઉમેદવાર માવજી પટેલને 7010 મત મળ્યા છે. કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 1410 મતથી આગળ ચાલી રહ્યા છે. 

• મત ગણતરીમાં ત્રીજા રાઉન્ડના અંતે કોંગ્રેસને 12360 મત, ભાજપને 11187 મત અને અપક્ષને 6510 મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ 1173 મતથી આગળ છે.

• વાવ વિધાસભાની પેટા ચૂંટણીમાં 23 રાઉન્ડની મત ગણતરી થશે. અત્યાર સુધીમાં બે રાઉન્ડની મત ગણતરી પૂર્ણ થઈ છે. કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મતનું અંતર ખૂબ જોવા મળી રહ્યું છે. ત્યારે રસપ્રદ એ છે, માવજી પટેલ જે મત મેળવી રહ્યા છે એ ભાજપના ફાયદામાં છે કે કોંગ્રેસના એ જાણવા 20 રાઉન્ડ સુધી રાહ જોવી પડશે.

• વાવ બેઠકની મત ગણતરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા છે. ત્યારે કોંગ્રેસને 8095 મત, ભાજપને 7498 મત અને અપક્ષના માવજી પટેલને 4800 મત મળ્યા છે.

• મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. પ્રથમ રાઉન્ડની મતગણતરી બાદ કોંગ્રેસ 251 મતથી આગળ છે. ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત દોવો કર્યો છે કે, 'હજી ત્રણ રાઉન્ડ પછી અમારી લીડ વધશે અને પહેલેથી છેલ્લે સુધી અમે આગળ રહીશું.'

• મત ગણતરીનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ

કોંગ્રેસને મળ્યા 4190 મત

ભાજપને મળ્યા 3939 મત

અપક્ષને મળ્યા 2119

પ્રથમ રાઉન્ડની મત ગણતરી બાદ કોંગ્રેસ 251 મતથી આગળ છે.

• કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત 254 મતોથી આગળ છે, જ્યારે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પાછળ ચાલી રહ્યા છે. 

• વાવ વિધાનસભાની મતગણતરી 8 વાગે શરૂ થઇ ગઇ છે. સૌથી પ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી હાથ ધરાઇ છે. ત્યારબાદ ઇવીએમ ખોલવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે વહેલી સવારે પાલનપુર ખાતે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા અને જીતનો અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. 

• વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મત ગણતરી શરૂ થઈ છે. 


• બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ બનેલી વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીની મતગણતરી 8 વાગ્યે શરૂ થશે.

વાવ બેઠકના જાતિગત સમીકરણ 

વાવ વિધાનસભા બેઠકના જાતિગત સમીકરણોની વાત કરવામાં આવે તો આ બેઠક પર કુલ 3,10,681 મતદારો છે. જેમાં સૌથી વધુ મતદારો ઠાકોર સમાજના છે, ત્યારબાદ રાજપૂત અને ચૌધરી સમાજનું વર્ચસ્વ જોવા મળે છે. એટલું જ નહી આ બેઠક પર દલિત, રબારી અને બ્રાહ્મણ સમાજના મતદારો બાજી પલટી શકે છે. આવો વિગતવાર જાણીએ કઇ જાતિના કેટલા મતદારો છે. 

કુલ મતદારો- 3,10,681

ઠાકોર- 44000

રાજપૂત- 41000

ચૌધરી- 40000

દલિત- 30000

રબારી- 19000

બ્રાહ્મણ- 15000

મુસ્લિમ- 14500

ગુલાબસિંહ રાજપૂતની રાજકીય સફર

કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી શકે છે. 2019 માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા. તેમણે યુવા કોંગ્રેસ અને એનએસયુઆઇમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામ કર્યું છે.  ગુલાબસિંહ રાજપૂતને રાજકારણ વારસામાં મળ્યું છે. વાવ-થરાદ વિધાનસભા ભેગી હતી ત્યારે દાદા હેમાભાઇ રાજપૂત 20 વર્ષ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

કોણ છે માવજી પટેલ?

માવજી પટેલ થરાદ વાવ વિધાનસભાનું નેતૃત્વ કરી ચૂક્યા છે. તેઓ પૂર્વે 20 મુદ્દા અમલીકરણ હાઈ પાવર કમિટીમાં રહી ચૂક્યા છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો માટે ટ્રેક્ટર ટ્રોલીને બળદગાડા સમાન ગણીને ટેક્સ મુક્ત કરાવવામાં એક અગ્રીમ ભૂમિકામાં નિભાવી હતી. પૂર્વે મુખ્યમંત્રી સ્વ-ચિમનભાઈ પટેલ સરકારમાં ચિમનભાઈ પટેલના ખાસ વિશ્વાસુ વ્યક્તિ રહ્યા. થરાદ-વાવ ખાસ બનાસકાંઠા વિસ્તારમાં બક્ષીપંચ સમાજમાં પછાત સમાજોને સમાવેશ થાય એના માટે ખૂબ જ મહત્વપૂર્ણ કામગીરી જેતે સમયે માવજી પટેલ દ્વારા કરવામાં આવી હતી. તેઓ લગભગ મોટા ભાગે વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષ ટિકિટ ન આપે તો અપક્ષ ચૂંટણી લડવાની તૈયારી બતાવે છે. જેઓ અગાઉ ભાજપ પક્ષમાં જોડાયેલા હતા, જોકે અપક્ષ ઉમેદવારી કરતા તેમને પક્ષ દ્વારા સસ્પેન્ડ કરાયા હતા.

વાવમાં છેલ્લી ઘડીએ બાજી પલટાઈ, ભાજપ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની 2 હજારથી વધુ મતથી જીત 5 - image


Google NewsGoogle News