Get The App

ભાજપના અધૂરા બાંધકામવાળા નવા કાર્યાલયમાં વાસ્તુ પૂજન અને તા.22મીએ ઉદ્ઘાટનથી કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય

Updated: Dec 13th, 2024


Google NewsGoogle News
ભાજપના અધૂરા બાંધકામવાળા નવા કાર્યાલયમાં વાસ્તુ પૂજન અને તા.22મીએ ઉદ્ઘાટનથી કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય 1 - image


Vadodara : વડોદરા શહેરના બહુચરાજી રોડ ખાતે ભાજપના નવા તૈયાર થઈ રહેલા અધૂરા કાર્યાલયનું આજે વાસ્તુપૂજન અને તારીખ 22મીએ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે ત્યારે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે એક બાજુ ડોક્ટર વિજય શાહને પ્રમુખ પદે રીપીટ કરવાની વિચારણા ચાલી રહી છે ત્યારે અચાનક અધૂરા કાર્યાલયમાં વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખી ઉતાવળે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામથી ભાજપના નવા કાર્યાલયોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે.

તાજેતરમાં વડોદરા બાયપાસ હાઈવે પર વડોદરા જિલ્લા ભાજપના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વડોદરા શહેરના નવા કાર્યાલયની જમીન ખરીદી તાત્કાલિક નવા કાર્યાલયનું બાંધકામ શરૂ કર્યું હતું. જે લોકસભાની ચૂંટણી પછી તુરંત જ ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ભાજપની ભાંજગડને કારણે ઉદ્ઘાટન મુલતવી કરી દેવામાં આવ્યું હતું અને કાર્યાલયનો કેટલોક ભાગ તોડવામાં આવ્યો હતો. 

વડોદરા ભાજપ કમલમ કાર્યાલય બહુચરાજી રોડ કારેલીબાગ ખાતે તૈયાર થઈ રહ્યું છે હજી કામગીરી અધુરી છે તે પહેલા આજે અચાનક જ વસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી અને તારીખ 22મીના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમ નવા અધૂરા બાંધકામના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે. 

વડોદરા કમલમના ઉદઘાટન પૂર્વે તાત્કાલિક આજે વાસ્તુપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે કે હાલમાં શહેર ભાજપ પ્રમુખને રીપીટ કરવાની વિચારણા ચાલી રહી છે ત્યારે અચાનક જ નવા અધૂરા કાર્યાલયનું વાસ્તુપૂજન અને ઉદ્ઘાટન રાખવા પાછળ તર્ક-મીટર થઈ રહ્યા છે કેટલાક આગેવાનો અને કાર્યકર્તાઓ માને છે કે ડોક્ટર વિજય શાહને રીપીટ કરવામાં નહીં આવે તેથી જ તેઓ આટલા ઉતાવળે ઉદ્ઘાટન કરી રહ્યા છે તો કેટલાક કાર્યકર્તાઓ અધુરા કાર્યાલયનું ઉદઘાટન કે વાસ્તુપૂજન કરવું એ અશુભ ગણાય છે તેમ છતાં વાસ્તુપૂજન અને ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે તે અયોગ્ય છે.


Google NewsGoogle News