આજે કઠોળ દિવસ : વિવિધ પ્રકારની દાળમાં પ્રોટીન, કેલ્શિયમ અને ફાઇબર સહિતના ઉતમ પોષક તત્વો
- પોષક તત્વોથી ભરપૂર દાળને આહારમાં સામેલ કરવી મહત્વપૂર્ણ
- દાળ વજન ઘટાડવામા કારગર, દાળથી કફ પિતની સમસ્યા દૂર થવાની સાથે હૃદય માટે ઉત્તમ : બાળકો માટે દાળનું નિયમિત સેવન જરૂરી
વિશ્વ પલ્સિસ ડે એટલે કે વિશ્વ કઠોળ દિવસ થકી કઠોળ અને તેમાં પણ ખાસ કરીને વિવિધ દાળ માં રહેલાં પોષક તત્વો અંગે ખાસ ભાર મુકવામાં આવ્યો છે. ભારતીય ઘરોમાં દાળ ચોક્કસપણે બનાવવામાં આવે છે.તે વિવિધ સ્વાદથી ભરપૂર અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ કારણ છે કે, પોષક તત્વોથી ભરપૂર દાળને આહારમાં સામેલ કરવી મહત્વપૂર્ણ છે. પ્રોટીન, કેલ્શિયમ અને ફાયબર સહિતના ઉત્તમ પોષક તત્વો હોવાથી તેના સેવનથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે. મસૂરની દાળ હળવી અને સુપાચ્ય હોય છે, તો અડદની દાળ ડાયાબીટીસ, કેન્સર અને હૃદયની બીમારી સામે રક્ષણ આપે છે. દાળ વજન ઘટાડવામાં પણ કારગર છે તો વળી દાળથી કફ પિતની સમસ્યા પણ દૂર થાય છે. હૃદય માટે ઉત્તમ છે.
એક રિસર્ચ પ્રમાણે દાળ એવા સ્વાસ્થ્યપ્રદ ખાદ્ય પદાર્થોમાંથી એક છે, જેને સૌ કોઈ નિયમિતપણે ખાઈ શકે છે. જે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદરૂપ છે તેમજ હાર્ટ એટેકનું જોખમ પણ ઘટાડે છે. દાળમાંથી મળે છે અઢળક પોષક તત્વો, દાળ ફાઇબર, કેલ્શિયમ, પોટેશિયમ અને ફોલેટનો મહત્વનો સ્રોત છે.દાળમાં પ્રોટીન, આયર્ન, વિટામિન બી, મેગ્નેશિયમ અને જસત જેવા પોષક તત્વો પણ જોવા મળે છે. તેથી તે શરીરમાં અનેક પોષક તત્વોની ઉણપને દૂર કરે છે.બાળકો માટે ફાયદાકારક પ્રોટીન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો મેળવવા માટે દાળનું નિયમિત સેવન જરૂરી છે.બાળકો અને કિશોરોને જરૂરી ઉર્જા મળે અને શરીર અને મન સારી રીતે વિકસે તે માટે દૈનિક આહારમાં દાળનો સમાવેશ કરવો જોઇએ.આયર્નની ઉણપ દાળ પ્રોટીનનો સારો સ્રોત છે. શરીરમાં શક્તિનો અભાવ હોય તો દાળના સેવનથી ફાયદો થાય છે. દાળમાં રહેલા ફાઈબર અને આયર્ન શરીરને શક્તિ પ્રદાન કરે છે.ખોરાકના પાચન માટે દાળને સારી માનવામાં આવે છે. તેમાં ડાયેટરી રેસા જોવા મળે છે, જે પાચનમાં સુધારો કરે છે. કબજિયાતની સમસ્યાના ઉકેલ માટે ફાયદાકારક દાળનું સેવન પેટની સમસ્યાઓ જેવી કે ગેસ, અપચો, કબજિયાત વગેરે દૂર કરવામાં પણ મદદરૂપ થાય છે આથી ઘરે ઘરે દાળનો મહત્તમ ઉપયોગ થવો જરૂરી જણાય છે.