Get The App

જિલ્લામાં સપ્તાહમાં વધુ ૩,૬૨૨ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
જિલ્લામાં સપ્તાહમાં વધુ ૩,૬૨૨ હેક્ટરમાં વિવિધ પાકોનું વાવેતર 1 - image


શિયાળુ પાકોની વાવણી પુરી થવાના આરે

ઘઉંનું વાવેતર ૨૮,૪૧૩ અને બટાટાનું ૧૭,૮૧૩ હેક્ટર પર પહોંચ્યું  ત્રણ વર્ષની સરેરાશ સામે દહેગામકલોલ તાલુકામાં વાવેતર વધ્યું

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લામાં પણ શિયાળુ પાકોનું વાવેતર પૂર્ણતાના આરે પહોંચી ગયું છે. છેલ્લા એક સપ્તાહમાં વધુ ૩,૬૨૨ હેક્ટરમાં વાવેતર ખેડૂતો દ્વારા કરી દેવાયું છે. છતાં છેલ્લા ત્રણ વર્ષની જિલ્લાની સરેરાશ સામે ૮,૬૮૧ હેક્ટર ઓછું વાવેતર થયું છે. પરંતુ સરેરાશ સામે દહેગામ, કલોલમાં વાવેતર વિસ્તર વધ્યો છે અને ગાંધીનગર, માણસામાં ઘટયો છે. દરમિયાન જિલ્લામાં ઘઉંનું વાવેતર ૨૮,૪૧૩ અને બટાટાનું ૧૭,૮૧૩ હેક્ટરે પહોંચ્યું છે.

ગાંધીનગર જિલ્લાની છેલ્લા ત્રણ વર્ષની રવિ વાવેતરની સરેરાશ ૯૧,૫૪૧ હેક્ટરની નોંધવામાં આવી છે. તેની સામે અત્યાર સુધીમાં કુલ વાવેતર ૮૨,૮૬૨ હેક્ટરમાં થયું છે. ઠંડી મોડેથી શરૃ થવાના કારણે આ સ્થિતિનું સર્જન થયાનું કૃષિ નિષ્ણાતો દ્વારા જણાવવામાં આવ્યું છે. જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરીના સુત્રોએ જણાવ્યા પ્રમાણે જિલ્લામાં દહેગામ તાલુકાની છેલ્લા ત્રણ વર્ષની વાવેતર વિસ્તારની ૨૪,૬૯૭ હેક્ટરની સરેરાશ સામે આ વર્ષે અત્યાર સુધીમાં ૨૫,૭૫૩ હેક્ટરમાં અને કલોલ તાલુકામાં ૧૩,૩૩૧ની સામે ૧૩,૮૬૬ હેક્ટરમાં વાવેતર થયું છે. બીજી બાજુ ગાંધીનગર તાલુકામાં ૨૮,૪૯૧ હેક્ટરની સરેરાશ સામે અત્યાર સુધીમાં ૨૨,૫૨૫ હેક્ટરમાં અને માણસા તાલુકામાં ૨૫,૦૩૪ હેક્ટરની સામે ૨૦,૭૪૮ હેક્ટરમાં વિવિધ પાકનું વાવેતર થયું છે. દરમિયાન જિલ્લામાં વાવવામાં આવેલા અન્ય પાક પૈકી ૨૦,૯૧૬ હેક્ટરમાં ઘાસચારો, ,૦૮૮ હેક્ટરમાં શાકભાજી, ,૧૩૨ હેક્ટરમાં તમાકુ, ,૪૮૩ હેક્ટરમાં રાઇ, ,૦૪૬ હેક્ટરમાં વરિયાળી, ૯૨૬ હેક્ટરમાં ચણા, ૪૦ હેક્ટરમાં મકાઇ, ૩ હેક્ટરમાં ધાણા અને ૨ હેક્ટરમાં જૂરીનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યુ હોવાનાં રિપોર્ટ અધિકારી સુત્રો દ્વારા મેળવવામાં આવ્યાં છે.


Google NewsGoogle News